ધર્મ વિશેષ/ આજે તલ બારસ અને પ્રદોષનો યોગ, તલનું દાન કરવાથી મળશે સ્વર્ણદાન જેટલું પુણ્ય

આ વખતે બારસ અને પ્રદોષ વ્રત એક જ દિવસે હોવાથી શનિવારે ભગવાન વિષ્ણુ અને શિવજીની પૂજા કરવાથી મળતું પુણ્ય વધી જશે. આજે  પોષ મહિનાના વદ પક્ષની બારસ છે.

Dharma & Bhakti
17 3 આજે તલ બારસ અને પ્રદોષનો યોગ, તલનું દાન કરવાથી મળશે સ્વર્ણદાન જેટલું પુણ્ય

આ વખતે બારસ અને પ્રદોષ વ્રત એક જ દિવસે હોવાથી શનિવારે ભગવાન વિષ્ણુ અને શિવજીની પૂજા કરવાથી મળતું પુણ્ય વધી જશે. આજે  પોષ મહિનાના વદ પક્ષની બારસ છે. આ દિવસે તલનું સેવન, દાન અને હવન કરવાની પરંપરા છે. પુરાણોમાં બારસ તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે. નારદ અને સ્કંદ પુરાણ પ્રમાણે પોષ મહિનાની બારસ તિથિએ તલ દાન કરવાનું પણ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.

જયોતિષ શાસ્ત્રો અનુસાર આ બારસ તિથિએ સૂર્યોદય પહેલાં જાગીને તલ મિશ્રિત પાણી પીવું જોઈએ. પછી તલનું ઉબટન લગાવવું. તે પછી પાણીમાં ગંગાજળ સાથે તલ મિક્સ કરીને નાહવું જોઈએ. આ દિવસે તલથી હવન કરો. પછી ભગવાન વિષ્ણુને તલનું નૈવેદ્ય ધરાવો અને પ્રસાદમાં તલ ખાવા જોઈએ. આ તિથિએ તલનું દાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ અને સ્વર્ણદાન કરવા જેટલું પુણ્ય મળે છે.

શાસ્ત્રોમાં કહ્યું છે કે,  બારસ તિથિએ સૂર્યોદય પહેલાં તલ મિશ્રિત પાણીથી સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો. પૂજા પહેલાં વ્રત અને દાન કરવાનો સંકલ્પ લો. પછી ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરીને પંચામૃત અને શુદ્ધ જળથી વિષ્ણુ ભગવાનની મૂર્તિનો અભિષેક કરો. તે પછી ફૂલ, તુલસી પાન અને પછી પૂજા સામગ્રી ચઢાવો. પૂજા પછી તલનું નૈવેદ્ય ધરાવીને પ્રસાદ લો અને બધાને આપો. આ પ્રકારે પૂજા કરવાથી અનેકગણું પુણ્ય ફળ મળે છે અને જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પાપ દૂર થઈ જાય છે. શિવજી મંદિર જઈને ૐ નમઃ શિવાય મંત્ર બોલીને શિવલિંગ ઉપર જળ અને દૂધથી અભિષેક કરો. પછી બીલીપાન અને ફૂલ ચઢાવો. તે પછી કાળા તલ ચઢાવો. તે પછી શિવ મૂર્તિ કે શિવલિંગની નજીક તલના તેલનો દીવો પ્રગટાવવો. શિવ પુરાણ પ્રમાણે આવું કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ અને બીમારીઓ દૂર થવા લાગે છે. આજનો દિવસ એટલે કે 20 જાન્યુઆરી 2022 ભાવિકો માટે મહત્વ પૂર્ણ બની રહે છે.