Ahmedabad News/ અમદાવાદથી મુંબઈ નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં તોતિંગ વધારો

અમદાવાદથી મુંબઈ નેશનલ હાઈવે પર મુસાફરી આજે મધરાતથી મોંઘી થઈ જશે. વડોદરા નજીક કરજણ નજીક ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

Gujarat Vadodara Breaking News

Vadodara News:  મહારાષ્ટ્રમાં સત્તા પરના પુનરાગમનની રાહ જોવાતી હોય તેમ હજી ભાજપની સરકારે મહારાષ્ટ્રમાં સત્તાના સૂત્રો સંભાળ્યા પણ નથી ત્યાં તો અમદાવાદથી મુંબઈ નેશનલ હાઇવેમાં વડોદરા નજીક આવેલા ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં જંગી વધારો ઝીંકી દેવાયો છે.  અમદાવાદથી મુંબઈ નેશનલ હાઈવે પર મુસાફરી આજે મધરાતથી મોંઘી થઈ જશે. વડોદરા નજીક કરજણ નજીક ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરમાં વધારો કરવામાં આવ્યો છે. કરજણ ટોલ પ્લાઝા પર ટોલના દરમાં 67 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા કારનો ટોલ 105 રૂપિયા હતો, પરંતુ આજ રાતથી કારનો ટોલ 155 રૂપિયાના દરે વધશે.

ભરથાણા ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકો માટે પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દર મહિને 340 રૂપિયા ચૂકવીને પાસ ઇસ્યુ કરવાના રહેશે. હવે તમારે વડોદરાથી ભરૂચ જવા માટે 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. ટોલ ટેક્સમાં વધારા અંગે 23 સપ્ટેમ્બરે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જોકે, આ પરિપત્ર બે મહિના બાદ અમલમાં આવી રહ્યો છે. આનો અર્થ એ થયો કે આજે રાત્રે 12 વાગ્યા પછી કાર સહિત તમામ વાહનોએ વધારે ટોલ ટેક્સ ભરવો પડશે.

વડોદરા થી ભરૂચ ટોલ ટેક્સ

  • ભરથાણા ટોલ પ્લાઝા પર કાર, જીપ અને વાન માટે 105 રૂપિયાને બદલે હવે આ વાહનોના ચાલકોએ 155 રૂપિયા ચૂકવવા પડશે. રિટર્ન ટોલ રૂ. 230 હશે, જ્યારે માસિક પાસનો ખર્ચ રૂ. 5085 થશે.
  • અત્યાર સુધી એલસીવી વાહનોના ચાલકો પાસેથી 180 રૂપિયા વસુલવામાં આવતા હતા. હવે તેના બદલે 245 રૂપિયા ચૂકવવા પડશે. રિટર્ન ટોલ રૂ. 370 અને માસિક પાસ રૂ. 8215 રહેશે.
  • બસ અને ટ્રક ચાલકોએ સિંગલ સાઇડ ટ્રીપ માટે 360 રૂપિયાને બદલે 515 રૂપિયા ચૂકવવા પડશે. જો રિટર્ન લેવામાં આવે તો 775 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે માસિક પાસ માટે તમારે 17,210 રૂપિયા ચૂકવવા પડશે.
  • અગાઉ 1 જુલાઈ 2021ના રોજ ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હતો અને ત્રણ વર્ષ બાદ ફરીથી ટોલ ટેક્સ વધારવામાં આવી રહ્યો છે. આ વખતે કારની કિંમતમાં અડધો… 67 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે દરરોજ લાખો વાહનોએ વધુ ટોલ ટેક્સ ભરવો પડશે.
  • થ્રી-એક્સલ વાહનો માટેનો નવો ટોલ દર સિંગલ સાઇડ માટે રૂ. 565 અને વળતર માટે રૂ. 845 રહેશે. જ્યારે માસિક પાસ 18,775 રૂપિયા હશે.
  • ચારથી છ એક્સલવાળા વાહનો માટે નવા ટોલ દરો સિંગલ સાઇડ માટે રૂ. 810, રિટર્ન માટે રૂ. 1215 અને માસિક પાસ માટે રૂ. 26,990 હશે.
  • HCM/EME વાહનોના નવા દરો સિંગલ સાઇડ માટે રૂ. 810, રિટર્ન માટે રૂ. 1215 અને માસિક પાસ માટે રૂ. 26,990 હશે.
  • સાત કે તેથી વધુ એક્સલવાળા વાહનો માટે સિંગલ સાઇડ માટે રૂ. 985, રિટર્ન માટે રૂ. 1480 અને માસિક પાસ માટે રૂ. 32,855 હશે. સેંકડો વાહનચાલકો પર ટોલનું ભારણ વધશે

વડોદરા નજીક ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરમાં વધારાની સૌથી વધુ અસર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોને થશે. ટોલના ભાવમાં વધારાની અસર આગામી દિવસોમાં ખાનગી બસના ભાડા અને ટ્રાન્સપોર્ટના ભાડા પર પણ જોવા મળી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સૌરાષ્ટ્ર જતા વાહનચાલકોએ આ હાઈવે પર ભરવો પડશે ટોલ ટેક્સ

આ પણ વાંચો: વાહનચાલકો માટે સૌથી માઠા સમાચાર; આજ રાતથી આ નેશનલ હાઇ-વેના ટોલ ટેક્સમાં વધારો!

આ પણ વાંચો: કાર ચાલકો માટે સારા સમાચાર, હાઇવે અને એક્સપ્રેસ વે પર નહીં ચૂકવવો પડશે ટોલ ટેક્સ!