Not Set/ કેમ આ અભિનેત્રીને જાહેરમાં અર્ધનગ્ન થઈને બેસવું પડ્યું?

તેલુગૂ ફિલ્મ જગતમાં કેરિયર બનાવવાનાં પ્રયત્નમાં લાગેલી અભિનેત્રી શ્રી રેડ્ડીએ તેલુગુ ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સમાં આજ સવારે “અર્ધનગ્ન પ્રદર્શન” કરી ઇંડસ્ટ્રીના કાળા ચહેરાનો પર્દાફાસ કર્યો હતો. આપને જણાવી દઈએ કે એક્ટ્રેસ પ્રદર્શનના માધ્યમથી તેલુગુ ફિલ્મ ઇંડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો મુદ્દો ઉઠાવી રહી હતી. તેમણે શનિવારે સવારે ફિલ્મનગર સ્થિત તેલુગુ ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સમાં જાહેરમાં કપડા ઉતારી પોતાની […]

Entertainment

તેલુગૂ ફિલ્મ જગતમાં કેરિયર બનાવવાનાં પ્રયત્નમાં લાગેલી અભિનેત્રી શ્રી રેડ્ડીએ તેલુગુ ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સમાં આજ સવારે “અર્ધનગ્ન પ્રદર્શન” કરી ઇંડસ્ટ્રીના કાળા ચહેરાનો પર્દાફાસ કર્યો હતો.

આપને જણાવી દઈએ કે એક્ટ્રેસ પ્રદર્શનના માધ્યમથી તેલુગુ ફિલ્મ ઇંડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો મુદ્દો ઉઠાવી રહી હતી. તેમણે શનિવારે સવારે ફિલ્મનગર સ્થિત તેલુગુ ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સમાં જાહેરમાં કપડા ઉતારી પોતાની વ્યથા જણાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મીડિયા રીપોર્ટસના જણાવ્યાં પ્રમાણે અભિનેત્રીની સ્થાનીય પોલીસે ધરપકડ કરી લીધી હતી.

અભિનેત્રીએ આરોપ લગાવ્યો હતો કે ઘણા પ્રોડ્યુસર અને ડાયરેક્ટરે તેમનું જાતીય શોષણ કર્યું છે. આ સિવાય ત્રણ ફિલ્મોમાં કામ કરવા પછી પણ તેમને મૂવી આર્ટિસ્ટ એસોસિએશન (એમએએ) ની મેમ્બરશીપ પણ આપવામાં આવી નહોતી. શ્રી રેડ્ડીએ જણાવ્યું હતું કે મેમ્બરશીપ કાર્ડ માટે તેમના એપ્લાય કરવા બાદ પણ તેમને મેમ્બરશીપ કાર્ડ આપવામાં આવ્યું નહોતું.

એક્ટ્રેસે આરોપ લગાવ્યો હતો કે તેમણે ફિલ્મ ઇંડસ્ટ્રીના અમુક લોકોને પોતાની નગ્ન તસ્વીરો પણ મોકલી હતી. જેથી તે લોકો તેમને નવી ફિલ્મો ઓફર કરે અને તેમને ફિલ્મમાં રોલ મળી શકે. અભિનેત્રીએ જણાવ્યું હતું કે “તેમણે વિડીઓ જોયા હતા છતાં પણ કોઈ ફિલ્મમાં રોલ મને રોલ આપવામાં આવ્યો નથી. તે લોકોએ મને નગ્ન અવસ્થામાં લાઈવ વીડિઓ પણ કરવાનું જણાવ્યું હતું.” અભિનેત્રીએ જણાવ્યું હતું કે ફિલ્મમાં રોલ માંગતી અભિનેત્રીઓનું આવી જ રીતે દમન કરી અને તેમની હાલતનો ફાયદો ઉપાડવામાં આવે છે.

`

શ્રી રેડ્ડીએ આરોપ લગાવતા કહ્યું હતું કે રોલની માંગ કરતી અભિનેત્રીઓનું જાતીય શોષણ કરવામાં આવે છે. શ્રી રેડ્ડીએ જણાવ્યું હતું કે “હું પણ જાતીય શોષણની શિકાર થયેલી છું.” આથી શ્રી રેડ્ડીએ સવારે આવીને વિડીયો કેમેરા અને ફોટોગ્રાફર્સ સામે પોતાના કપડા ઉતારવા લાગી હતી.

તેમણે કહ્યું હતું કે ‘મને આ એક જ રસ્તો નજર આવ્યો હતો મારી પરેશાની અને ફ્રસ્ટેશનને વ્યક્ત કરવા માટે આથી મારે આવું પગલું ઉપાડવું પડ્યું. મેં ઘણા લોકોને મારા નગ્ન ફોટા મોકલ્યા પરંતુ મને કોઈ રોલ મળ્યો નથી.” એક્ટ્રેસએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો ફિલ્મ પ્રોડ્યુસરે લોકલ ટેલેન્ટને વધારો આપવામાં નહિ આવે ત્યારે તે આ મુદ્દાને ઉપર ઉઠાવશે.