મુંબઇ
ફિલ્મ ‘મોહે-જો-દડો’ બનાવનાર ડાયરેક્ટર આશુતોષ ગોવારીકર ફરી એક પીરીયડ ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે અને આ ફિલ્મની જાહેરાત પણ થઇ ચુકી છે, સાથે સાથે ફિલ્મનો પહેલો લુક પણ સામે આવ્યો છે. જોકે ફિલ્મ ‘મોહે-જો-દડો’ બોક્સ ઓફિસ પર કઈ ખાસ ચાલી ન હતી.
મોહે જો દડો પછી આશુતોષ પાણીપતના યુધ્ધ પર ફિલ્મ બનાવી રહ્યાં છે.પાણીપતના ત્રીજા યુધ્ધ પર આધારિત આ ફિલ્મનું નામ પણ છે:પાણીપત
મહત્વનું છે કે આ ફિલ્મમાં અર્જુન કપૂર, સંજય દત્ત અને કૃતિ સેનન જોવા મળશે. 2018ના મધ્યમાં આ ફિલ્મ શરૂ કરવામાં આવશે અને 6 ડીસેમ્બરના રોજ રીલીઝ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ આ ફિલ્મમાં અર્જુન કપુર મરાઠા યોદ્ધાના રોલમાં જોવા મળશે જ્યારે સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
