Music/ ટોની કક્કર અને હંસિકા મોટવાનીનું ન્યુ સોંગ ‘બૂટી શેક’ રિલીઝ, જુઓ અભિનેત્રીનું અદભૂત ટ્રાન્સફોર્મેશન

ચાહકો પણ હંસિકાના આ ગજબના ટ્રાન્સફોર્મેશનને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. હંસિકા અને ટોનીનું આ નવું ગીત સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યું છે.

Entertainment
a 103 ટોની કક્કર અને હંસિકા મોટવાનીનું ન્યુ સોંગ 'બૂટી શેક' રિલીઝ, જુઓ અભિનેત્રીનું અદભૂત ટ્રાન્સફોર્મેશન

બાળ કલાકાર તરીકે અભિનય કારકીર્દિની શરૂઆત કરનારી હંસિકા મોટવાની ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. હવે તે પ્રખ્યાત ગાયક ટોની કક્કરના નવા સોંગ ‘બૂટી શેક’માં એક અલગ જ અવતારમાં જોવા મળી રહી છે. ચાહકો પણ તેના આ ગજબના ટ્રાન્સફોર્મેશનને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. હંસિકા અને ટોનીનું આ નવું ગીત સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યું છે.

આ પણ વાંચો : હરિયાણવી ડાન્સર અને સિંગર સપના ચૌધરી વિરુદ્ધ ફરિયાદ, જાણો શું છે મામલો

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika) 

ટોની કક્કર અને હંસિકા મોટવાનીનું ‘બૂટી શેક’ સોંગ તાજેતરમાં જ રિલીઝ થયું હતું. જે સતત ટ્રેન્ડમાં છે. આ ગીતને દેશી મ્યુઝિક ફેક્ટરી યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : સુશાંત સિંહ રાજપૂતના ચાહકો માટે ખરાબ સમાચાર, NCB એ કર્યો આ ચોંકાવનારો ખુલાસો

ટોની કક્કરના આ ગીતમાં હંસિકાના ગજબના ટ્રાન્સફોર્મેશનને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. દરેક લોકો તેની પ્રશંસા કરતા જોવા મળે છે. જ્યારે હંસિકાના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, તે ‘શકા લકા બૂમ બૂમ’માં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી. આ પછી તે દેશ મેં  નિકલા ચાંદમાં જોવા મળી. પ્રીતિ ઝિંટા અને રિતિક રોશન સાથે ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ માં પણ જોવા મળી હતી. આ પછી તે બોલિવૂડની ઘણી ફિલ્મોની સાથે તેલુગુ ફિલ્મોમાં પણ જોવા મળી છે.

આ પણ વાંચો : વ્હાઇટ હાઈ નેક સ્વેટરમાં કહેર વરસાવતી જોવા મળી હિના ખાન

તાજેતરમાં જ ટોની કક્કરનું ગીત ‘કુર્તા પાયજામા’ રિલીઝ થયું હતું. જેમાં શહનાઝ ગિલ જોવા મળી હતી.

જુઓ અહીં મ્યુઝિક વિડીયો 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ