Not Set/ રાજધાની દિલ્હીમાં છોકરીએ પોલીસ ચોકીમાં કરી આત્મહત્યા, પરિવારજનોએ પોલીસ પર લગાવ્યા આરોપ

નવી દિલ્હી પશ્ચિમ દિલ્હીના તિલક વિહારમાંથી એક ખૂબ જ આઘાતજનક ઘટના ઉભરી આવી છે.વાસ્તવમાં, પોલીસ ચોકીના અંદર, એક નાબાલિક છોકરીએ શનિવારે રાત્રે આત્મહત્યા કરી છે. મૃતકની કિશોરીની ઉમર 17 વર્ષની કહેવામાં આવી રહી છે અને તે 12 માં અભ્યાસ કરી રહી હતી. છોકરીની માતાનો શું છે આરોપ ? પોલીસ ચોકીમાં આત્મહત્યા કરનારી છોકરીની માતાનો આરોપ છે કે, પાડોશી તેમની પુત્રી સાથે લગ્ન કરવા […]

Top Stories India
mahi h 1 રાજધાની દિલ્હીમાં છોકરીએ પોલીસ ચોકીમાં કરી આત્મહત્યા, પરિવારજનોએ પોલીસ પર લગાવ્યા આરોપ

નવી દિલ્હી

પશ્ચિમ દિલ્હીના તિલક વિહારમાંથી એક ખૂબ જ આઘાતજનક ઘટના ઉભરી આવી છે.વાસ્તવમાં, પોલીસ ચોકીના અંદર, એક નાબાલિક છોકરીએ શનિવારે રાત્રે આત્મહત્યા કરી છે. મૃતકની કિશોરીની ઉમર 17 વર્ષની કહેવામાં આવી રહી છે અને તે 12 માં અભ્યાસ કરી રહી હતી.

છોકરીની માતાનો શું છે આરોપ ?

પોલીસ ચોકીમાં આત્મહત્યા કરનારી છોકરીની માતાનો આરોપ છે કે, પાડોશી તેમની પુત્રી સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા હતા. જો કે છોકરી નાની હતી અને તેથી તેણે લગ્ન કરવા માટે ના પડી હતી. પરિવારે પડોશી પરિવાર પર નાબાલિક છોકરીને હેરાન કરવાનો આરોપ મૂક્યો છે.

પરિવારએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, શનિવારે રાત્રે 10:30 કલાકે તેમની પુત્રી અચાનક ગાયબ થઈ ગઈ હતી. આ છોકરીની માતાએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે તેણીને તિલક વિહાર ચોકીથી ફોન આવ્યો  હતો. જેના પછી પરિવાર ચોકીએ પર પહોંચ્યા હતા.

મૃત છોકરીનો ભાઈ કહે છે કે જ્યારે અમે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા, ત્યારે અમે રૂમમાં બંધ કર્યા  હતા અને મારી બહેન બીજા રૂમમાં હતી અને બારીમાંથી જોયું ત્યારે તેને ફાંસી પર લટકેલી હતી.

હજુ સુધી નથી આવ્યું પોલીસનું નિવેદન.

છોકરી આત્મહત્યા સમાચાર સામે આવતાની સાથે જ આ વિસ્તારના લોકો પોલીસ ચોકીની  બહાર ભેગા થવા લાગ્યા હતા. આ દરમિયાન, પરિવારના સભ્યો અને પોલીસ વચ્ચે ચર્ચા થઇ હતી, હાલમાં પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

મૃતકના પરિવારએ પોલીસને સહકાર આપતા નથી હોવાનો આરોપ મૂક્યો છે. પરિવારએ એવો આક્ષેપ પણ કર્યો છે કે છોકરીને સમય રહેતા બચાવી શકાય હોત. પોલીસ સ્ટેશનમાં મોડી રાતે છોકરીની હાજરી પછી પણ ઘણા પ્રશ્નો ઊભા થયા છે. બીજી બાજુ, પોલીસ સમગ્ર બાબતની તપાસ કરી રહી છે, જ્યારે મૃતકનું શરીર પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે.