Cannes Film Festival/ Cannes રેડ કાર્પેટ પર કેમેરા સામે Topless થઇ મહિલા, શરીર પર લખ્યું હતું,-

મહિલાએ તેના શરીર પર યુક્રેનિયન ધ્વજના રંગો લગાવ્યા હતા. લાલ કલરનું અંડરપેન્ટ પણ પહેર્યું હતું, જેના પર લાલ નિશાન હતા. મહિલાના કારણે લોકો રેડ કાર્પેટ પર રોકાઈ ગયા હતા. આ પછી સિક્યોરિટી તેને બ્લેક જેકેટથી ઢાંકીને પોતાની સાથે લઈ ગઈ.

Entertainment
Untitled 16 7 Cannes રેડ કાર્પેટ પર કેમેરા સામે Topless થઇ મહિલા, શરીર પર લખ્યું હતું,-

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના રેડ કાર્પેટ પર એક મહિલાએ હંગામો મચાવ્યો. કાન્સના રેડ કાર્પેટ પર એક મહિલા આવી અને ટોપલેસ થઈને ચીસો પાડવા લાગી ત્યારે હંગામો મચી ગયો. આ મહિલાએ પોતાના શરીર પર યુક્રેનના ધ્વજના રંગો લગાવ્યા હતા. તેના શરીર પર લખ્યું હતું, ‘અમારો બળાત્કાર બંધ કરો.’

મહિલા રેડ કાર્પેટ પર ચીસાચીસ કરે છે. 

હોલીવુડના કલાકારો ટિલ્ડા સ્વિન્ટોન અને ઇદ્રિસ એલ્બા 75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની નવી ફિલ્મ થ્રી થાઉઝન્ડ યર્સ ઓફ લોંગિંગના પ્રીમિયર માટે પહોંચ્યા હતા. દરમિયાન અજાણી મહિલા ત્યાં આવી અને બુમો પાડવા લાગી. મહિલાએ તેના શરીર પર યુક્રેનિયન ધ્વજના રંગો લગાવ્યા હતા. લાલ કલરનું અંડરપેન્ટ પણ પહેર્યું હતું, જેના પર લાલ નિશાન હતા. મહિલાના કારણે લોકો રેડ કાર્પેટ પર રોકાઈ ગયા હતા. આ પછી સિક્યોરિટી તેને બ્લેક જેકેટથી ઢાંકીને પોતાની સાથે લઈ ગઈ.

Instagram will load in the frontend.

 

યુક્રેનમાં મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યો છે

કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલા વાસ્તવમાં યુક્રેનની એક્ટિવિસ્ટ હતી. યુક્રેન અને રશિયા વચ્ચે ઘણા મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન યુક્રેનિયન મહિલાઓ પર બળાત્કારના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે ગયા મહિને થયેલી તપાસમાં બળાત્કારના અનેક મામલા સામે આવ્યા છે. રશિયન સેના મહિલાઓની સાથે સાથે નાના બાળકોનું પણ યૌન શોષણ કરી રહી છે.

Instagram will load in the frontend.

 

કેન્સ 2022ની મુખ્ય થીમ યુદ્ધ છે

આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં યુદ્ધ એક મોટી થીમ છે. 19 મેના રોજ, કેન્સ 2022માં મેરીયુપોલિસ 2 નામની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી. તે લિથુનિયન દિગ્દર્શક મન્ટાસ કવેડારાવિસિયસ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ગયા મહિને યુક્રેનમાં રશિયન સૈનિકોએ મન્ટાસની હત્યા કરી હતી. ફેસ્ટિવલના માર્કેટપ્લેસે 21 મે, શનિવારના રોજ આખો દિવસ યુક્રેનિયન ફિલ્મ નિર્માતાઓને સમર્પિત કર્યો છે. આ દિવસે દિગ્દર્શક સર્ગેઈ લોઝનીત્સા પણ તેમની ફિલ્મ ધ નેચરલ હિસ્ટ્રી ઓફ ડિસ્ટ્રક્શન બતાવવાના છે. આ ફિલ્મ વિશ્વ યુદ્ધ 2 દરમિયાન જર્મન બોમ્બિંગ વિશે છે.

કાન્સમાં ભારતનો પણ દબદબો 

ભારતની વાત કરીએ તો કાન્સ 2022માં ભારતીય સિનેમાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે ઈવેન્ટમાં દીપિકા પાદુકોણ અને ઐશ્વર્યા રાય સાથે ઉર્વશી રૌતેલા, પૂજા હેગડે, તમન્ના ભાટિયા, અદિતિ રાવ હૈદરી, ટીવી અભિનેત્રી હિના ખાન, હેલી શાહ, લોકગીત ગાયક મામે ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી, આર માધવન અને સંગીતકાર એઆર રહેમાન જોવા મળશે.