IPL 2023/ IPlની ફાઇનલમાં વરસાદ પડતા ટોસમાં વિલંબ, 9.35 સુધી મેચ શરૂ નહીં થાય તો આ સ્થિતિ સર્જાશે,જાણો

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ વરસાદને કારણે હજુ શરૂ થઈ નથી    વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો છે.

Top Stories Sports

IPLની 16મી સિઝનની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. રવિવારે (28 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે. ચેન્નાઈની નજર પાંચમી વખત ચેમ્પિયન બનવા પર છે. આ સાથે જ ગુજરાતની ટીમ ટાઈટલ બચાવવા મેદાનમાં ઉતરશે. તે સતત બીજી વખત વિજેતા તરીકે ઉભરી આવશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ વરસાદને કારણે હજુ શરૂ થઈ નથી    વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ વરસાદને કારણે હજુ શરૂ થઈ નથી. ટોસ પણ થઈ શક્યો ન હતો. જો મેચ 9:35 વાગ્યા સુધી શરૂ નહીં થાય તો સમીકરણો બદલાઈ જશે. પછી ઓવરો કાપવાનું શરૂ થશે. આવી સ્થિતિમાં બંને ટીમો માટે નવી રણનીતિ બનાવવી પડશે.અમદાવાદમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જો મેચ 9:35 સુધીમાં શરૂ થાય છે, તો સંપૂર્ણ ઓવરો નાખવામાં આવશે. બંને ટીમો 20-20 ઓવર રમશે. જો આમ નહીં થાય તો ઓવર કટિંગ શરૂ થઈ જશે. જો રાત્રે 12.06 વાગ્યા સુધી પાંચ ઓવરની મેચ ન થાય તો મેચ રિઝર્વ ડેમાં પૂરી થાય છે. જો આજે મેચ નહીં થાય તો સોમવારે (29 મે) ફરીથી મેચ રમાશે. જો સોમવારે પણ વરસાદના કારણે મેચ નહીં રમાય તો લીગ રાઉન્ડના અંતે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમ મેચ જીતી જશે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ ખરાબ સમાચાર છે.

IPLની ફાઇનલમાં વરસાદે બગાડ કર્યો છે. હજુ સુધી ટોસ થયો નથી. આ મેદાન પર જ્યારે ગુજરાત અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-2 રમાઈ હતી ત્યારે પણ વરસાદને કારણે મેચમાં વિલંબ થયો હતો. ટોસમાં 45 મિનિટનો વિલંબ થયો હતો