Not Set/ પાકિસ્તાનમાં નહીં રીલીઝ થાય ટોટલ ધમાલ,પુલવામા ટેરર એટેકનો આપ્યો જવાબ

  મુંબઇ પુલવામા હુમલા બાદ બોલીવુડે પાકિસ્તાન સામે સખત વલણ અપનાવ્યું છે.એક તરફ સિને એસોસિએશને પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મુકી દીધા બાદ હવે અજય દેવગણે પોતાની આગામી ફિલ્મ ટોટલ ધમાલ અંગે પણ મહત્વનો નિર્ણય કર્યો છે. 22 ફેબ્રુઆરીનાં રોજ અજય દેવગણ, અનિલ કપૂર, રિતેશ દેશમુખ, માધુરી દિક્ષીત મલ્ટી સ્ટાર મુવી ‘ટોટલ ધમાલ’ દેશભરમાં રિલીઝ થઇ […]

India Entertainment
total dhamal પાકિસ્તાનમાં નહીં રીલીઝ થાય ટોટલ ધમાલ,પુલવામા ટેરર એટેકનો આપ્યો જવાબ

 

મુંબઇ

પુલવામા હુમલા બાદ બોલીવુડે પાકિસ્તાન સામે સખત વલણ અપનાવ્યું છે.એક તરફ સિને એસોસિએશને પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મુકી દીધા બાદ હવે અજય દેવગણે પોતાની આગામી ફિલ્મ ટોટલ ધમાલ અંગે પણ મહત્વનો નિર્ણય કર્યો છે.

22 ફેબ્રુઆરીનાં રોજ અજય દેવગણ, અનિલ કપૂર, રિતેશ દેશમુખ, માધુરી દિક્ષીત મલ્ટી સ્ટાર મુવી ‘ટોટલ ધમાલ’ દેશભરમાં રિલીઝ થઇ રહી છે.જો કે દુનિયાભરમાં રીલીજ થઇ રહેલી ટોટલ ધમાલ ફિલ્મને પાકિસ્તાનમાં રિલીઝ નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ફિલ્મના સ્ટાર અજય દેવગણે ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘ટોટલ ધમાલ’ ફિલ્મની ટીમે પાકિસ્તાનમાં ફિલ્મ રિલીઝ ન કરવાનો નિર્ણય કર્યો છે.

અજય દેવગણે ટ્વીટ કરીને જણાવ્યું કે, હાલની સ્થિતીને ધ્યાનમાં લેતા ટોટલ ધમાલની ટીમે નિર્ણય લીધો છે કે ફિલ્મને પાકિસ્તાનમાં રીલીઝ ન કરવામાં આવે. આ નિર્ણય બાદ અજય અને તેની ટીમની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઇ રહી છે.

એ સિવાય ટોટલ ધમાલ મુવીની ટીમે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને 50 લાખ રૂપિયાનું દાન આપવાનો પણ નિર્ણય કર્યો છે.

કૉમેડી ફિલ્મ ટોટલ ધમાલને લઇને ફેન્સમાં આતુરતા જોવા મળી રહી છે. તેમાં અજય દેવગણ ઉપરાંત અનિલ કપૂર, માધુરી દીક્ષિત, રિતેશ દેશમુખ, અરશદ વારસી જેવા એક્ટર્સ લીડ રોલમાં છે.

આ પહેલાં પુલવામા આતંકવાદી હુમલા બાદ બોલિવૂડ એક્ટ્રેસ શબાના આઝમી અને ગીતકાર-લેખક જાવેદ અખ્તરે કરાચીમાં થનારા કૈફી આઝમી જન્મશતી સમારંભમાં હાજરી ન આપવાનો નિર્ણય કર્યો હતો.