Covid-19/ 232 નવા કેસ અને એક મુત્યુ સાથે કોરોનાનો કપરોકાળ સમાપ્તિ તરફ

ગુજરાતમાંથી રોજેરોજ સામે આવતા અને ખાસ કરીને છેલ્લા 15 દિવસનાં કોરોનાનાં આંકડા જો જોવામાં આવે તો ચોક્કસ કહી શકાય કે આજ ગતીથી કોરોના પર કાબૂ બનાવી રાખવામાં આવ્યો તો

Top Stories Gujarat Others
corona4474 232 નવા કેસ અને એક મુત્યુ સાથે કોરોનાનો કપરોકાળ સમાપ્તિ તરફ

ગુજરાતમાંથી રોજેરોજ સામે આવતા અને ખાસ કરીને છેલ્લા 15 દિવસનાં કોરોનાનાં આંકડા જો જોવામાં આવે તો ચોક્કસ કહી શકાય કે આજ ગતીથી કોરોના પર કાબૂ બનાવી રાખવામાં આવ્યો તો કોરોના ગુજરાતમાં લાંબુ ટકશે નહી અને થોડા જ સમયમાં ગુજરાતમાં કોરોના 00 પર હશે. કે ગુજરાત કોરોના મુક્ત રાજ્ય બની જશે. જો વાત કરવામાં આવે આજે સામે આવેલા આંકડાની તો ગુજરાતમાં આજે ફક્ત 232 નવા કેસ અને એક જ મૃત્યુ નોંધવામાં આવ્યું છે.

આજનો કોરોનાનો આંકડો

ગુજરાતમાં નોંધવામાં આવેલા કોરોનાના આજનાં એટલે કે સોમવારનાં આંકડાની વાત કરવામાં આવે તો, આજે સામે આવેલા કેસ અને મોતનાં આંકડા એટલે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના અને કોરોનાનાં સંક્રમણ અને કોરોનાથી થતા મોતની આકડાકીય સ્થિતિ જોવામા આવે તો, આજે  નવા કેસની સંખ્યા 232 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 01 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.

આજે અને અત્યાર સુધીમાં રસીકરણ

રાજયમાં કોરોના ર‍રસીકરણ ગત તારીખ 16 જાન્યુઆરી 2021 થી આરાંભ કરાવામાં આવ્યું.  આજની તારીખે કુલ‍ 676 કેન્દ્રો પર 49005 વ્યક્તિઓેને કોરોનાની રસી આપવામાં આવી છે. આજનાં આંક સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 604184 વ્યક્તિઓેને રસીકરણ‍ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક પણ વ્યક્તિને રસીની આડઅસરો જોવા મળી નથી.

આજે આટલા દર્દી સાજા થયા અને અત્યાર સુધીમાં…

રાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 450 નોંધવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 257120 દર્દીઓ‍ સાજા‍ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે 2160 હોવાનું નોંધવામાં આવે છે. કુલ 2160 એકટિવ  કેસમાંથી 23 વેન્ટીલેટર પર છે, જ્યારે 2137 દર્દીઓની કંડિશન સ્ટેબલ હોવાનું સામે આવી રહ્યું છે.

કોરનાનો કુલ આંકડો રહ્યો આટલો

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 232 કોરોના પોઝિટીવ  કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 263676  પર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 01 લોકોનાં મૃત્યુ થયાની સાથે અત્યાર સુધીમાં 4396 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે.

રાજ્યનો આ છે રીકવરી રેટ

રાજ્યમાાં કોરોનાનાં સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય‍ સરકારના‍ સઘન‍ પ્રયાસોના‍ પરિણામે‍ કોરોના‍ વાયરસના‍ સાંક્રમણનું પ્રમાણ‍ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ‍રાજયભર‍માંથી‍ આજે 450 દદીઓ સાજા થઇ ઘર ફરતા રાજ્યનો રીકવરી રેટ 97.51 થયો છે.  રાજયભરમાં અત્યાર સુધીમરાં આરોગ્ય વિભગનાં સઘન પ્રયાસોને લીધ 257120 દદીઓ‍એ‍ કોરોનાને ‍મ્હાત‍ આપી છે.‍

આહીં ક્લિક કરી તમે વાંચી શકો છે ગુજરાત સરકાર દ્વારા રોજેરોજ બહાર પાડવામાં આવતું કોરોના બુલેટીન પણ –  Press Brief 08.02.2021

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…