Ankleshvar News/ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર પાંચ દિવસથી ટ્રાફિક જામ, 7 કિમી સુધી વાહનોની લાઈન

વાહનચાલકોએ ફરિયાદ કરી છે કે, તેમને ખાધા-પીધા વિના 3થી 4 કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે

Gujarat Top Stories

Ankleshvar News : બિસ્માર રસ્તાઓના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતી પેદા થતી હોય છે. જેમાં અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર છેલ્લા પાંચ દિવસથી સતત ટ્રાફિકજામની સમસ્યા યથાવત્ છે, જેના કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. 7 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી છે, જેના ડ્રોન વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં દૂર સુધી વાહનોની લાંબી કતારો જોઈ શકાય છે.

વાહનચાલકોએ ફરિયાદ કરી છે કે, તેમને ખાધા-પીધા વિના 3થી 4 કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે. આ ટ્રાફિકજામને કારણે મુસાફરો અને સ્થાનિક લોકોને સમય અને ઇંધણનો ભારે બગાડ થઈ રહ્યો છે.

આ ટ્રાફિકજામ પાછળ મુખ્યત્વે બે કારણ જવાબદાર છે

બિસ્માર રસ્તાઓ: ચોમાસાને કારણે નેશનલ હાઈવે 48 પરના રસ્તાઓ બિસ્માર બન્યા છે. ઠેર-ઠેર ખાડાઓ પડી જવાથી વાહનોની ગતિ ધીમી પડી જાય છે, જેના કારણે ટ્રાફિકજામ થાય છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર આ સમસ્યા વધુ જોવા મળે છે.

સાંકડા બ્રિજ: ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે અમરાવતી ખાડી અને આમલાખાડી પરના બ્રિજ સાંકડા છે. આ બ્રિજ પર વાહનોની અવરજવર ધીમી થતાં ટ્રાફિકજામ સર્જાય છે.આમલાખાડીના સાંકડા બ્રિજને પહોળો કરવા માટે તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે સમસ્યાનું કાયમી નિરાકરણ આવતું નથી.

કાયમી નિરાકરણ ને રોજેરોજની હાલાકીમાંથી મુક્તિની માગ

અંકલેશ્વર જેવા ઔદ્યોગિક વિસ્તારમાં આ સમસ્યા વધુ ચિંતાજનક છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા છે અને ઝડપી કાર્યવાહીની માગ કરી છે. વાહનચાલકો અને સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે કે, તંત્ર આ ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે, જેથી લોકોને રોજેરોજની આ હાલાકીમાંથી મુક્તિ મળે.વાહનચાલકોને આ ટ્રાફિકજામમાં કલાકો સુધી ફસાઈ રહેવું પડે છે. ઘણા વાહનચાલકોએ જણાવ્યું કે, તેમને ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ખાધાં-પીધા વિના બેથી 3 કલાક સુધી અટવાઈ રહેવું પડે છે. ટ્રાફિકજામના કારણે સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકાતું નથી અને ઇંધણનો પણ મોટો બગાડ થાય છે. સરકાર ટોલટેક્સ તો વસૂલે છે પણ, રસ્તો બનાવતી નથી.

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર 15 KMનો ટ્રાફિકજામ

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર 28 જુલાઈએ 10 કિ.મી.નો ટ્રાફિકજામ સર્જાયો હતો. કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીએ 24 જુલાઈના રોજ વડોદરા સાંસદની હાજરીમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ખખડાવ્યા બાદ પણ પરિસ્થિતિ એની એ જ જોવા મળી રહી છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવે ભાવનગર ટર્મિનસ અને અયોધ્યા કેન્ટ વચ્ચે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 11 ઓગસ્ટથી શરૂ થશે

આ પણ વાંચો:રેલ્વે બ્લોકના લીધે 27મી ઓગસ્ટની ટ્રેનો રદ, પોરબંદરવાસીઓને પડશે હાલાકી

આ પણ વાંચો:જૂનાગઢમાં રેલ્વે વિભાગની ઘોર બેદરકારી, ખુલ્લા ફાટક પરથી પસાર થઈ ટ્રેન