Surat News/ સુરતમાં વરસાદી પાણીમાં બે માસૂમના કરુણ મોત

સુરત (Surat)ના સચિન GIDC વિસ્તારમાં વરસાદી પાણી (Rain Water)ભરાયેલા ખાડામાં ડૂબી જતાં બે માસૂમ બાળકોના કરુણ મોત (Children Death)નીપજ્યા હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે

Gujarat Surat
સુરત (Surat)ના સચિન GIDC વિસ્તારમાં વરસાદી પાણી (Rain Water)ભરાયેલા ખાડામાં ડૂબી જતાં બે માસૂમ બાળકોના કરુણ મોત (Children Death)નીપજ્યા હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે

Surat News : સુરત (Surat)ના સચિન GIDC વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા ખાડામાં ડૂબી જતાં બે માસૂમ બાળકોના કરુણ મોત (Children Death)નીપજ્યા હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રમતા રમતા બંને બાળકો પાણી ભરાયેલા ખાડા નજીક પહોંચ્યા હતા, જ્યાં અકસ્માતે તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા.

બે માસૂમ બાળકોના કરુણ મોત (Children Death)નીપજ્યા

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળે પહોંચી અને શોધખોળ હાથ ધરી હતી. લાંબી શોધખોળ બાદ બંને બાળકોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ત્યારબાદ બંને બાળકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ દુર્ઘટનાના પગલે બંને પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પોલીસે અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. વરસાદી મોસમ દરમિયાન પાણી ભરાયેલા ખાડા અને ખુલ્લા સ્થળો બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે, ત્યારે વાલીઓને પણ વિશેષ સાવચેતી રાખવાની જરૂર હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.


આ પણ વાંચો : કચ્છમાં 15 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જતાં મોત

આ પણ વાંચો : કચ્છમાં ગાંધીધામ નજીક તળાવમાં બે યુવાનોનાં ડૂબી જતાં મોત

આ પણ વાંચો : મોરબીમાં કોઝવે ઓળંગવા જતાં પગ લપસતા બેનાં ડૂબી જતાં મોત