Bollywood/ ફિલ્મ 83 નું ટ્રેલર Release, કપીલ દેવ બનીને ભારતને વર્લ્ડકપ જીતાડતા જોવા મળશે રણવીર

બોલિવૂડ એક્ટર રણવીર સિંહની ફિલ્મ ’83’નું ટ્રેલર રિલીઝ થતાં જ હવે ફેન્સની રાહ પૂરી થઈ ગઈ છે. હા, કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ટ્રેલર આજે એટલે કે મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું છે.

Entertainment
83 movie trailer

બોલિવૂડ એક્ટર રણવીર સિંહની ફિલ્મ 83 નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. નિર્માતાઓએ ટ્રેલરનાં આવવા વિશે ચાહકોને પહેલેથી જ જાણ કરી દીધી હતી. આ ફિલ્મનાં ટ્રેલરનાં આગમનની માહિતી રણવીર સિંહે પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી હતી. ટ્રેલર જોયા પછી દરેકનાં રુંવાટા ઉભા થઇ રહ્યા છે, આવી સ્થિતિમાં આ ટ્રેલર ફિલ્મ જોવાની ઉત્સુકતા અનેકગણી વધી રહી છે. ટ્રેલરમાં, દરેક રણવીર સિંહ અને કપિલ દેવ વચ્ચે કન્ફ્યૂઝ થઇ જશે.

આ પણ વાંચો – કોરિયોગ્રાફર શિવાશંકરનું નિધન / નેશનલ એવોર્ડ વિનિંગ કોરિયોગ્રાફર શિવા શંકરનું કોરોનાના કારણે નિધન

બોલિવૂડ એક્ટર રણવીર સિંહની ફિલ્મ ’83’નું ટ્રેલર રિલીઝ થતાં જ હવે ફેન્સની રાહ પૂરી થઈ ગઈ છે. હા, કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ટ્રેલર આજે એટલે કે મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં જ્યાં રણવીર સિંહ પૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમનાં કેપ્ટન કપિલ દેવનાં રોલમાં જોવા મળશે, જ્યારે દીપિકા પાદુકોણ ફિલ્મમાં તેની પત્નીનાં રોલમાં જોવા મળશે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે ફિલ્મનાં ટ્રેલરની સાથે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. રણવીર સિંહે પોતે જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ફિલ્મ ’83’નાં ટ્રેલરનાં આગમનની જાણકારી તેના ચાહકોને આપી હતી. નોંધનીય છે કે, આ ફિલ્મની જાહેરાત વર્ષ 2019માં જ કરવામાં આવી હતી, પરંતુ કોવિડ-19 રોગચાળાને કારણે આ ફિલ્મ સહિત ઘણી ફિલ્મોનું શૂટિંગ સ્થગિત કરવું પડ્યું હતું. જો કે પહેલા આ ફિલ્મ 10 એપ્રિલ 2020નાં રોજ રિલીઝ થવાની હતી, પરંતુ મેકર્સે રિલીઝ ડેટ મોકૂફ રાખવી પડી હતી અને હવે આખરે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો – Movie Masala / જાણો, ક્યારે રિલીઝ થશે ફિલ્મ RRR નું ટ્રેલર, એલાન થતાં જ સોશિયલ મીડિયા પર થયું ટ્રેન્ડ

ઉલ્લેખનીય છે કે, ફિલ્મની Story 1983નાં ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની જીતની સ્ટોરી પર આધારિત છે. આ દરમિયાન ભારતીય ટીમનાં કેપ્ટન કપિલ દેવ હતા, જેમની કેપ્ટનશીપમાં ભારતે વર્લ્ડકપમાં શાનદાર જીત મેળવી હતી. હવે આ ફિલ્મ દ્વારા ફરી એકવાર વર્લ્ડકપની યાદો તાજી થશે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની આ ફિલ્મ 24 ડિસેમ્બર 2021નાં રોજ રિલીઝ થઈ રહી છે.