Not Set/ જાણો, રાણી મુખર્જીની ફિલ્મ ‘હિચકી’ની ઓપનિંગ કમાણી વિશે

મુંબઈ બોલીવુડ સ્ટાર અભિનેત્રી ‘રાણી મુખર્જી’ની  ફિલ્મ ‘હિચકી’ શુકવારના રોજ દેશભરમાં રીલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મને દર્શકોએ અને સમીક્ષકોએ પોઝિટી રીએક્શન મળ્યો છે. ફિલ્મ ‘હિચકી’ એક ઈમોશનલ સ્ટોરી છે અને રાણીનું દમદાર અભિનય દર્શકોને ખુબ જ પસંદ આવ્યું છે જેની અસર બોક્સ ઓફિસમાં પણ જોવા મળી છે તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘હિચકી’એ 4 […]

Entertainment
Hichki જાણો, રાણી મુખર્જીની ફિલ્મ 'હિચકી'ની ઓપનિંગ કમાણી વિશે

મુંબઈ

બોલીવુડ સ્ટાર અભિનેત્રી ‘રાણી મુખર્જી’ની  ફિલ્મ ‘હિચકી’ શુકવારના રોજ દેશભરમાં રીલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મને દર્શકોએ અને સમીક્ષકોએ પોઝિટી રીએક્શન મળ્યો છે. ફિલ્મ ‘હિચકી’ એક ઈમોશનલ સ્ટોરી છે અને રાણીનું દમદાર અભિનય દર્શકોને ખુબ જ પસંદ આવ્યું છે જેની અસર બોક્સ ઓફિસમાં પણ જોવા મળી છે

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘હિચકી’એ 4 કરોડની કમાણી સાથે ફિલ્મનું ઓપનિંગ કર્યું છે અને આને શાનદાર કહી શકાય કેમ કે આ ફિલ્મને 961 સ્ક્રીનમાં રીલીઝ કરવામાં આવી છે.

મહત્વનું એ છે કે આ ફિલ્મ માત્ર 20 કરોડમાં તૈયાર કરવામાં આવી છે અને આ ફીલ્મને હીટ થવા માટે લગભગ 40 કરોડની કમાણી કરવી પડશે. જોકે રાણી આ ફિલ્મ માટે કોઈ મોટી વાત નથી.

આવો જાણીએ  2018માં રીલીઝ થનારી ફિલ્મોની ઓપનિંગ કમાણી વિશે.

Image result for padmaavat

પદ્માવત

સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ 24 કરોડની કમાણી સાથે એક ધમાકેદાર ઓપનિંગ કર્યું હતું અને ફિલ્મ ‘પદ્માવત’ 2018 સૌથી મોટી ઓપનર ફિલ્મ રહી.

Related image

પેડમેન

આ ફિલ્મે 10.26 કરોડના સાથે બોક્સ ઓફિસ પર ઓપિંગ કર્યું હતું ‘અક્ષય કુમાર’ની આ ફિલ્મએ અત્યાર સુધીમાં 80 કરોડની કમાણી કરી ચુકી છે.

Related image

 રેડ

અજય દેવગણની આ ફિલ્મે 10.02 કરોડની કમાણી સાથે ઓપનિંગ કર્યું અને ફિલ્મ અત્યાર સુધી 63 કરોડની કમાણી કરી ચુકી છે.

Related image

સોનું કે ટીટુ કી સ્વીટી

‘સોનું કે ટીટુ કી સ્વીટી’એ 6.42 કરોડની શાનદાર કમાણી સાથે ફિલ્મનું ઓપનિંગ કર્યું હતું અને આ ફિલ્મ હીટ સાબિત થઇ છે.

Related image

પરી

‘અનુષ્કા શર્મા’ની આ ફિલ્મે 4.36 કરોડની ઓપનિંગ કર્યું હતું અનુષ્કાની આ ફિલ્મ એક હોરર મુવી છે.

Related image

અય્યારી

સિદ્ધાર્થ મલ્હોત્રા અને મનોજ બાજપાયીની  આ ફિલ્મે  3.08 કરોડની ઓપનિંગ કર્યું હતું અને આ ફિલ્મ ફ્લોપ સાબિત થઇ.