transfer/ અમદાવાદ પોલીસ વિભાગમાં બદલીનો દૌર, 15 પીઆઇની બદલી, જાણો કોણ કયા બજાવશે ફરજ

અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં બદલીનો દૌર શરૂ થઇ ગયો છે, શહેરમાં 15 પીઆઇની બદલી કરવામાં આવી છે, અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શહેરના કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે

Top Stories Gujarat
2 1 12 અમદાવાદ પોલીસ વિભાગમાં બદલીનો દૌર, 15 પીઆઇની બદલી, જાણો કોણ કયા બજાવશે ફરજ

અમદાવાદઃ પોલીસ વિભાગમાં બદલીનો દૌર 
શહેરમાં 15 પીઆઇની બદલી કરવામાં આવી
પી.વી.રાણાની સાયબર ક્રાઇમમાં બદલી
એ.એસ.સોનારાની સાયબર ક્રાઇમમાં બદલી
એમ.એ.દેસાઇની એસ.ઓ.જીમાં બદલી
એમ.આર.પટેલની ટ્રાફિકમાં બદલી
ડી.વી. હડાતની એસઓજી ખાતે બદલી

અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં બદલીનો દૌર શરૂ થઇ ગયો છે.  શહેરમાં 15 પીઆઇની બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શહેરના કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે. શહેરના 5 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. વહીવટી કારણોસર આ બદલી કરવામાં આવી હોવાનું કહેવાય છે.

સુત્રો દ્ધારા મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં શહેરકોટડા, ખોખરા અને માધવપુરા પોલીસ સ્ટેશન ચાર્જમાં ચાલી રહ્યા હતા. દરમિયાનમાં પીએસઆઇને પીઆઇનું પ્રમોશન આપવામાં આવ્યુ હતુ. અમદાવાદ શહેરમાં આશરે 15 જેટલા પીઆઇને પોસ્ટીંગ આપવામાં આવ્યા હતા. તમામ પીઆઇ હાજર થતાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે મંગળવારે તેમને પોસ્ટીંગ આપ્યા હતા. જેમાં માધવપુરા, ખોખરા અને શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાલી હોવાથી તેમા નવા પીઆઇ મુકવામાં આવ્યા છે. બીજી તરફ સાઇબર ક્રાઇમમાં બે પીઆઇ, એસઓજીમાં 3, ઇઓડબ્લ્યુમાં 3, મહિલા પોલીસ સ્ટેસનમાં એક, ટ્રાફિક વિભાગમાં બે પીઆઇને મુકવામાં આવ્યા છે.

2 1 11 અમદાવાદ પોલીસ વિભાગમાં બદલીનો દૌર, 15 પીઆઇની બદલી, જાણો કોણ કયા બજાવશે ફરજ

ઉલ્લેખનીય છે કે પી વી રાણા અને એ એસ સોનારાને સાઇબર ક્રાઇમમાં, એમ એ દેસાઇ, ડી વી હડાત, વાય જે રાઠોડને એસઓજીમાં, આર જી સીધું, એ એમ દેસાઇ અને પી વી ગોહિલને ઇઓડબ્લ્યું, મહિલા પૂર્વમાં કે પી ચાવડા, ટ્રાફિક શાખામાં એમ આર પટેલ અને એચ એમ રાઠવાને મુકવામાં આવ્યા છે.  જયારે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં બી કે ખાચર, ખોખરા પોલીસ સ્ટેશનમાં એ આર ધવન, માધવપુરા પોલીસ સ્ટેસનમાં એન ડી નકુમને મુકવામાં આવ્યા છે.

નોંધનીય છે કે  મહિલા પોલીસ સ્ટેસનમાં મહિલા અધિકારી ન મુકાતા બાબત ચર્ચાનો વિષય બન્યો છે.  જો કે હાલમાં તો પોલીસ કમિશનર દ્ધારા કરવામાં આવેલી આ બદલીને વહીવટી કારણોનું નામ આપવામાં આવી રહ્યું છે.