Not Set/ ટ્રમ્પે જણાવ્યું ટૂંક સમયમાં અમેરિકા કરી શકે છે સીરીયા પર હુમલો

  સિરીયામાં શનિવારે ડોમામાં થયેલ કથિત કેમિકલ એટેક પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સિરીયાના રાષ્ટ્રપતિ અસદથી નારાજ છે. આજે ટ્રમ્પે ટવિટ કરીને જણાવ્યુ હતું કે, “મેં એ ક્યારેય નથી કહ્યુ કે સિરીયા પર ક્યારે હુમલો થશે. પરંતુ શક્ય છે કે થોડા સમય બાદ જ આ હુમલો થઈ શકે છે. ટ્રમ્પે જણાવ્યુ હતું કે મારે મારા […]

Uncategorized
180323112531 trump trade war china cracked ટ્રમ્પે જણાવ્યું ટૂંક સમયમાં અમેરિકા કરી શકે છે સીરીયા પર હુમલો

 

સિરીયામાં શનિવારે ડોમામાં થયેલ કથિત કેમિકલ એટેક પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સિરીયાના રાષ્ટ્રપતિ અસદથી નારાજ છે. આજે ટ્રમ્પે ટવિટ કરીને જણાવ્યુ હતું કે, “મેં એ ક્યારેય નથી કહ્યુ કે સિરીયા પર ક્યારે હુમલો થશે. પરંતુ શક્ય છે કે થોડા સમય બાદ જ આ હુમલો થઈ શકે છે. ટ્રમ્પે જણાવ્યુ હતું કે મારે મારા શાસનમાં જ અમેરિકા તરફથી આઈએસઆઈએસનો સફાયો કરવામાં સફળતા મેળવી છે. ટ્રમ્પે થોડા દિવસ અગાઉ જ જાહેરાત કરી હતી કે તે સિરીયામાંથી પોતાના સૈનિકો પરત બોલાવી રહ્યા છે, જેથી કરીને સિરીયા પર સરળતાથી હવાઈ હુમલા કરી આઈએસઆઈએસનો સફાયો શકાય.

 

 

માનવામાં આવી રહ્યુ છે કે આગામી દિવસોમાં ગમે ત્યારે ટ્રમ્પ સિરીયામાં મિસાઈલ હુમલો કરવાની સૂચના આપી શકે છે. ટ્રમ્પે સિરીયાના રાષ્ટ્રપતિ બસર અલ અસદનો પક્ષ લેવા બદલ રશિયાને પણ ચેતવણી આપી છે.  ટ્રમ્પે રસ્શીયાને ચોખ્ખા શબ્દોમાં જણાવ્યુ છે કે અમે શબ્દોથી નહીં પરંતુ વહેલા-મોડાં મિસાઈલથી જ વાત કરીશું. અમારી મિસાઈલો તૈયાર છે, રશિયા પણ આ સ્થિતિ માટે તૈયાર રહે.

મહત્વનુ છે કે ગત સપ્તાહે સિરીયાના ડોમામાં થયેલ કેમિકલ હુમલામાં ૭૦થી વધુ લોકોના મોત થયા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કેમિકલ એટેકમાં નર્વ ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેનાથી ૫૦૦ થી પણ વધુ લોકોને અસર થઈ છે. નોધવા જેવી બાબત એ છે કે દુનિયાના અનેક દેશો આ મુદ્દે અસદ સરકારની ટીકા કરી રહ્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીરીયાયી રાષ્ટ્રપતિ અસદની સાઈડ લેવા બદલ રૂસને બુધવારે ચેતવ્યું હતું અને જણાવ્યું હતું કે સિરિયામાં સેન્ય વગરના લોકો પર કથિત રાસાયણિક રાસાયણિક હથિયારથી થયેલા હુમલાના જવાબમાં અમેરિકાની મિસાઈલ જવાબ આપશે.

 

 

ટ્રમ્પે બુધવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે,

“સિરિયામાં રશિયા દરેક પ્રકારના મિસાઈલ છોડવા પર ઉતારી આવ્યું છે. તો, રશિયા હવે તૈયાર રહે, હવે તમારા પર અમારી નવી સ્માર્ટ મિસાઈલ આવી રહી છે. તમારે ગેસથી હમલા કરવાળા કોઈ અસભ્યો સાથે સબંધ ન રાખવો જોઈએ. તેઓ પોતાના જ લોકોને મારીને પરિસ્થિતિની મજા માણે છે.”

ટ્રમ્પનો આ સંદેશ સીરીયાયી શહેર દુમામાં કથિત ગેસ હમલાના જિમ્મેદાર લોકોની ખબર લેવા માટે એક પેનલ રચવાના મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકા તરફથી તૈયાર પ્રસ્તાવ પર રશિયાના વીટો કરવાના એક દિવસ બાદ આવ્યું હતું.

જો કે રશિયાએ જણાવ્યું હતું કે તેમના સૈન્ય વિશેષજ્ઞએ રાસાયણિક હુમલાના કોઈ સબુત જોવા મળ્યા નથી, સાથે જણાવ્યું હતું કે સીરિયાને બદનામ કરવા માટે વિદ્રોહીઓએ આવું ષડયંત્ર ફેલાવ્યું હશે.