નવા વર્ષના પહેલા જ દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે. ઇરાકી પાટનગર બગદાદમાં યુએસ દૂતાવાસની બહાર યુએસ વિરુદ્ધ હજારો ઇરાન સમર્થિત વિરોધીઓએ વિરોધ દર્શાવ્યો હતો, જે દરમિયાન દૂતાવાસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. અને દીવાલ પર ચઢવાની પણ કોશિષ કરવામાં આવી હતી. તેના જવાબમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે કે, દૂતાવાસના સભ્યને કંઇક થાય તો ઈરાનને મોટી કિંમત ચૂકવવી પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે ઇરાકમાં યુએસ એમ્બેસી ખાતેની સુરક્ષા વ્યવસ્થા ઘણા કલાકો પહેલા પુન:સ્થાપિત કરવામાં આવી હતી. અમારા ઘણા બહાદુર સૈનિકો વિશ્વના સૌથી ખતરનાક ઘટના સ્થળે હથીયાર સાથે પહોંચ્યા છે. આ સમગ્ર મામલા માટે હું ઇરાકના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનો આભાર માનું છું કે તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી.
The U.S. Embassy in Iraq is, & has been for hours, SAFE! Many of our great Warfighters, together with the most lethal military equipment in the world, was immediately rushed to the site. Thank you to the President & Prime Minister of Iraq for their rapid response upon request….
— Donald J. Trump (@realDonaldTrump) December 31, 2019
ટ્રમ્પે વધુમાં લખ્યું છે કે જો આપણી દૂતાવાસમાં કોઈ સભ્ય ઘાયલ થાય અથવા સંપત્તિને નુકસાન થાય તો ઈરાન સંપૂર્ણપણે જવાબદાર રહેશે. અને ઈરાને તેના માટે મોટી કિમત ચૂકવવી પડશે. આ કોઈ ચેતવણી નથી. આ એક ધમકી છે. નવા વર્ષની શુભકામના.
અમેરિકી રાષ્ટ્રપતિના આ આક્રમક ટ્વિટ બાદ યુએસ સેક્રેટરી માર્ક એસ્પરએ તુરંત જ મધ્ય-પૂર્વીય પ્રદેશમાં 750 સૈનિકો મોકલવાની જાહેરાત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
