Surat News/ સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી બ્રેઈન ડેડ જાહેર : પરિવારની અંગદાનની જાહેરાત 

Tushar Ghelani ની સારવાર નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર ચાલી રહી હતી

Top Stories Gujarat Surat
Tushar Ghelani

Surat News : સુરત શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણી બિલ્ડર અને ‘ઘેલાણી ગ્રુપ’ના માલિક તુષાર ઘેલાણી(Tushar Ghelani) એ 1 ફેબ્રુઆરીના રવિવારના રોજ તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ડોક્ટરોની ટીમ હેઠળ સારવાર છતાં બચાવી શકાયા નહીં

નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ તુષાર ઘેલાણી (Tushar Ghelani)ની સારવાર લાઈફ સપોર્ટ સિસ્ટમ પર ચાલી રહી હતી. જોકે ગોળી મગજની નજીકથી નીકળી જતાં તેમની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ હતી. અંતે ડોક્ટરોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા છે.

શોકગ્રસ્ત પરિવારે અંગદાન કરવાનો લીધો પ્રેરણાદાયી નિર્ણય

તુષાર ઘેલાણી(Tushar Ghelani) ને બ્રેઈન ડેડ જાહેર થતાં પરિવારજનો અને મિત્રવર્તુળમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.દીકરીના લગ્નની ખુશીઓ વચ્ચે પરિવાર પર આ અણધારી આફત આવી પડી હોવા છતાં પરિવારે એક મહાન અને માનવતાભર્યું પગલું ભર્યું છે. પરિવારે તુષારભાઈના અંગદાનની જાહેરાત કરી છે. આ અંગદાનથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળશે અને તુષારભાઈની વિદાયને અર્થસભર બનાવશે.

દીકરીના લગ્નના ચાર દિવસ પહેલાં જ દુઃખદ ઘટના

આ ઘટનાનું સૌથી દુઃખદ પાસું એ છે કે આગામી 5 ફેબ્રુઆરીના રોજ તુષાર ઘેલાણી (Tushar Ghelani)ની દીકરીના લગ્ન નિર્ધારિત હતા. ઘરમાં મહેમાનોની આવનજાવન અને લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. રવિવારે લગ્નની કંકોતરી લેખનનો પ્રસંગ પણ હતો. પરંતુ તે પહેલાં જ શનિવારે રાત્રે પત્ની સાથે કોઈ બાબતે રકઝક થયા બાદ તેઓ આવેશમાં આવી બેડરૂમમાં ગયા અને પોતાની જાત પર ગોળી ચલાવી દીધી. જે ઘરમાં શરણાઈ વાગવાની હતી ત્યાં હવે આક્રંદ અને શોક છવાઈ ગયો છે.

આપઘાતનું કારણ હજુ અકબંધ, પોલીસ તપાસમાં લાગી

તુષાર ઘેલાણી (Tushar Ghelani)એ આ અંતિમ પગલું કેમ ભર્યું તેનું કારણ હજુ પણ અકબંધ છે.પ્રાથમિક તપાસમાં પત્ની સાથેની સામાન્ય તકરાર સામે આવી છે, પરંતુ એક સફળ અને જાણીતા બિઝનેસમેન દ્વારા આવું પગલું ભરવામાં આવ્યું તે વાત પોલીસ માટે પણ રહસ્ય બની છે.

ઉમરા પોલીસે ઘટનાસ્થળેથી રિવોલ્વર કબજે કરી છે અને આપઘાત પાછળ કોઈ આર્થિક, માનસિક અથવા અન્ય દબાણ હતું કે કેમ તે દિશામાં ઉંડી તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો : વડોદરાના સાવલીમાં 24 વર્ષીય યુવકે ખેતરમાં ગળેફાંસો લગાવીને કર્યો આપઘાત

આ પણ વાંચો : સુરત: વરાછામાં 44 વર્ષીય પરણીતાનો આપઘાત

આ પણ વાંચો : અસારવા ચોક પાસે વૃદ્ધનો જાહેરમાં પેટ્રોલ છાંટીને આપઘાતનો પ્રયાસ, સ્થાનિક લોકોએ પાણી નાખીને બચાવ્યો