Entertainment News/ બોલિવૂડમાં ફરી ધમકીનો સિલસિલો! તુષાર કપૂર પાસે બિશ્નોઈ ગેંગના નામે 5 કરોડની માંગ, પોલીસે શરૂ કરી તપાસ

તુષાર કપૂરને(Tusshar Kapoor) લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે 5 કરોડની ખંડણીની ધમકી મળી, મુંબઈ ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી

Breaking News Entertainment
Tusshar Kapoor

Entertainment News:  બોલિવૂડ જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત અભિનેતા તુષાર કપૂર(Tusshar Kapoor) પાસે કથિત રીતે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ફોન કરીને 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે.

Tusshar Kapoorને  ગેંગના નામે માંગી 5 કરોડની ખંડણી

લોરેન્સ બિશ્નોઈ ગેંગ(Lawrence Bishnoi Gang)ના નામે થયેલા આ મામલામાં મુંબઈ ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રો મુજબ, એક્ટરને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે પોતાને ગેંગનો સભ્ય હેરી બોક્સર ગણાવ્યો હતો. ફોન કરનારે કથિત રીતે પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગી અને તેમને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સંકેત મળ્યા છે કે ધમકી આપનાર વ્યક્તિ ગેંગનો સભ્ય ન હોઈ શકે અને તેણે વસૂલી માટે ગેંગના નામનો ઉપયોગ કર્યો હોઈ શકે છે.

ક્રાઈમ બ્રાંચની તપાસમાં કોલ ફેક હોવાની શંકા

મુંબઈ ક્રાઈમ બ્રાંચ(Mumbai Crime Branch)ની પ્રાથમિક તપાસમાં કોલ ફેક હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. તપાસકર્તાઓએ ધમકીભર્યા ફોનની વોઈસ રેકોર્ડિંગનું વિશ્લેષણ કર્યું અને તેની સરખામણી હેરી બોક્સરના ઉપલબ્ધ ઓડિયો સેમ્પલ સાથે કરી હતી. પોલીસ સૂત્રો અનુસાર, બંને અવાજો સરખા હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ તપાસમાં સામે આવ્યું કે ફોન કરનારે અભિનેતાને ડરાવવા અને પૈસા વસૂલવા માટે ગેંગના નામ અને તેની દહેશતનો ઉપયોગ કર્યો હતો. પોલીસ હવે ફોન કરનારની ઓળખ કરવા અને ધમકી પાછળના હેતુનો પતો લગાવવા તપાસ કરી રહી છે. હાલમાં આ મામલામાં હજુ સુધી કોઈ FIR નોંધવામાં આવી નથી.

ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ બોલિવૂડમાં સુરક્ષા વધારાઈ

 

Tusshar Kapoor
Tusshar Kapoor Threat 5 crore extortion call

તુષાર કપૂરને ધમકી આપવામાં આવી તે પહેલાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ(Tiger Shroff Firing) કરવામાં આવ્યું હતું. ટાઈગર શ્રોફ મામલામાં કાર્યવાહી ચાલી રહી હતી, ત્યાં હવે તુષાર કપૂરને ધમકી મળી છે. આ પછી અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, રણવીર સિંહ અને આમિર ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ટાઈગર શ્રોફ શૂટઆઉટ પછી મુંબઈ પોલીસે ઘણા બોલિવૂડ સેલિબ્રિટીઓ અને પોલિટિશિયનોની સિક્યોરિટીનું રિવ્યૂ કર્યું છે.

ટાઈગર શ્રોફ એટેક મામલામાં વધુ એક ધરપકડ

ટાઈગર શ્રોફ પર થયેલા ગોળીબારના મામલામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાથી એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. આ રીતે અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે. એક અધિકારીએ જણાવ્યું કે આરોપી મહિલાને રવિવારે કરનાલથી પકડવામાં આવી છે. જોકે, તેમણે ગુનામાં તેની ચોક્કસ ભૂમિકા અથવા તેની ઓળખ જાહેર કરી નથી. 22 વર્ષીય આરોપીને કરનાલ પોલીસની મદદથી પકડવામાં આવી હતી અને તેને મુંબઈ લાવવા માટે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુંબઈના જુહૂ વિસ્તારમાં 18 ઓક્ટોબરે શ્રોફની કાર પર ફાયરિંગ થયું હતું.


આ પણ વાંચો: તુષાર કપૂર બાદ સેરોગેસીથી માતા બની એકતા કપૂર
આ પણ વાંચો: સુપરસ્ટારની દીકરી અને કરોડોની માલિક,તો  પણ એકતા કપૂર 49 વર્ષની ઉંમરે પણ સિંગલ છે, એકલા હાથે દીકરાનો ઉછેર કરે છે
આ પણ વાંચો: બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાને કરોડોની ખંડણી માટે ધમકી! ઓડિયો મેસેજમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ