નવી દિલ્હી/ ટ્વીટરને દિલ્હી હાઇકોર્ટ તરફથી મળી ફટકાર, આ મામલે કોર્ટે આપ્યો આદેશ

ભારતમાં ટ્વીટરના અધિકારીની નિમણૂકને લઈને દિલ્હી હાઈકોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, તમારી પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે?

Top Stories India
A 71 ટ્વીટરને દિલ્હી હાઇકોર્ટ તરફથી મળી ફટકાર, આ મામલે કોર્ટે આપ્યો આદેશ

દુનિયાની ટોચની માઇક્રોબ્લોગિંગ સાઇટ Twitter અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ યથાવત જ છે, ત્યારે આ વચ્ચે દિલ્હી હાઈકોર્ટ તરફથી ટ્વીટરને મોટો ઝટકો લાગ્યો છે. ભારતમાં ટ્વીટરના અધિકારીની નિમણૂકને લઈને દિલ્હી હાઈકોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, તમારી પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે? જો ટ્વિટર એવું વિચારે છે કે દેશમાં ઈચ્છે તેટલો સમય લઈ શકે છે. તો કોર્ટ આ બાબતની મંજૂરી આપશે નહીં.

અધિકારીની નિમણુંક મામલે દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે, ટ્વિટર નવા આઇટી નિયમો હેઠળ ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક ન કરીને કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ત્યારબાદ હવે હાઈ કોર્ટે નવા આઈટી નિયમોને ધ્યાનમાં રાખીને ટ્વીટરને  8 મી જુલાઇ સુધીમાં આપવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો : ગલફ્રેન્ડની સાથે વાતો ન કરવા પિતાએ આપ્યો પુત્રને ઠપકો, વાંચો પછી પુત્રએ શું કર્યું

આ ઉપરાંત આજે ટ્વીટરના અધિકારીની નિમણુક મામલે આજે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, હવે તે ટ્વિટરને કોઈ રાહત આપી શકે તેમ નથી અને કેન્દ્ર સરકાર પગલા લેવા સ્વતંત્ર છે. આપને જણાવી દઈએ કે, એડવોકેટ આચાર્ય દ્વારા દાખલ કરેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી.

મહત્વનું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઓટીટી પ્લેટફોર્મ અને ડિજિટલ મીડિયાને લઇને જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાની પાલન કર્યામાં Twitter નિષ્ફળ નિવડ્યું છે.

આ પણ વાંચો :ભાજપ-શિવસેના વચ્ચે ફરી ઈલુ-ઈલુના એંધાણ

આ ઉપરાંત ટ્વિટર પર સતત આરોપ લાગી રહ્યાં છે કે તે ભારતીય  આઇટી (IT) કાયદા અને કેન્દ્ર સરકારની ગાઈડ લાઇનનું પાલન નથી કરી રહી. ટ્વિટર ના તો ફરિયાદ અધિકારી નિયુક્ત કરી રહી છે તેમજ ન તો તે માર્ગદર્શિકા અનુસાર અન્ય અધિકારીઓની નિમણૂક કરી રહ્યું છે.

આ પણ વાંચો : કોરોનાથી રિકવર થયેલા દર્દીના હાડકા લાગ્યા ગળવા, ડોકટરોની વધી ચિંતા