Twitter/ Twitter પર નેતાઓ અને સેલિબ્રિટીઓની પ્રોફાઇલ પર સેકન્ડરી ટેગ હશે

Elon Musk સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitterના નવા બોસ બન્યા બાદથી સતત એક્શનમાં છે. સીઈઓ પરાગ અગ્રવાલ સહિતના એક્ઝિક્યુટિવ્સને નોકરીમાંથી કાઢી મૂકવાની વાત હોય કે પછી બ્લુ ટિક માટેના સબ્સ્ક્રિપ્શન્સ સતત એક પછી એક નિર્ણયો લઈ રહ્યા છે. હવે મસ્કે Twitter પર રાજકારણીઓ અને સેલિબ્રિટીઓની પ્રોફાઇલ પર સેકન્ડરી ટેગ (Secondary tag) લાવવાની વાત કરી છે.

Top Stories World

મસ્ક જે સેકન્ડરી ટેગ (Secondary tag) વિશે વાત કરી રહ્યા છે તે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન (Biden)ના Twitter એકાઉન્ટ પર જોઈ શકાય છે. તેમના નામ હેઠળ સેકન્ડરી ટેગ (Secondary tag) પણ છે—યુનાઈટેડ સ્ટેટ્સ ગવર્નમેન્ટ ઑફિશિયલ. જો કે, ભારતમાં હજુ સુધી આ ટેગ રાજકારણીઓને આપવામાં આવ્યું નથી. જ્યારે ભારતના કિસ્સામાં, આપણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અથવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સામે આવા કોઈ સેકન્ડરી ટેગ જોવા મળતા નથી. પરંતુ Twitterએ બ્લુ ટિક ચાર્જ આપ્યા બાદ તેમાં ફેરફાર જોવા મળશે.

Twitter અનુસાર, દેશ સાથે જોડાયેલા Twitter એકાઉન્ટને સેકન્ડરી ટેગ (Secondary tag) દ્વારા તે એકાઉન્ટ વિશે વધારાની માહિતી મળશે. આ ટૅગ્સ સરકારોના અમુક સત્તાવાર પ્રતિનિધિઓ, રાજ્ય-સંબંધિત મીડિયા સંસ્થાઓ અને તે સંસ્થાઓ સાથે સંકળાયેલ વ્યક્તિઓને આપવામાં આવશે. આ લેબલ સંબંધિત Twitter એકાઉન્ટના પ્રોફાઇલ પેજ પર દેખાય છે. આ ટેગમાં એકાઉન્ટ્સ કયા દેશના છે અને તે સરકારી પ્રતિનિધિ અથવા રાજ્ય-સંલગ્ન મીડિયા દ્વારા હેન્ડલ કરવામાં આવે છે કે કેમ તે વિશેની માહિતી શામેલ છે.