Not Set/ Photos : અમેરિકામાં બે ભારતીય યુવકો એકબીજાનાં પ્રેમમાં, ભારતીય રીતરિવાજ મુજબ કર્યા લગ્ન

દુનિયાનાં ઘણા એવા દેશ છે જેણે ગે રેલિશનને માન્યતા આપી છે. જો કે ઘણા દેશ આનો સંખત વિરોધ પણ કરતા રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ પર બે પુરુષોએ લગ્ન કર્યા હોવાના ફોટા સામે આવ્યા છે. અમીત અન આદિત્યનાં નામના બે યુવકોએ એકબીજા સાથે લગ્ન કર્યાનાં ફોટા ઘણા વાયરલ થઇ રહ્યા છે. અમિત […]

Uncategorized
gay marraige 201907105548 Photos : અમેરિકામાં બે ભારતીય યુવકો એકબીજાનાં પ્રેમમાં, ભારતીય રીતરિવાજ મુજબ કર્યા લગ્ન

દુનિયાનાં ઘણા એવા દેશ છે જેણે ગે રેલિશનને માન્યતા આપી છે. જો કે ઘણા દેશ આનો સંખત વિરોધ પણ કરતા રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ પર બે પુરુષોએ લગ્ન કર્યા હોવાના ફોટા સામે આવ્યા છે. અમીત અન આદિત્યનાં નામના બે યુવકોએ એકબીજા સાથે લગ્ન કર્યાનાં ફોટા ઘણા વાયરલ થઇ રહ્યા છે. અમિત શાહ અને આદિત્ય મદિરાજૂએ અમેરિકાના ન્યૂજર્સીનાં શ્રી સ્વામીનારાયણ મંદિરમાં લગ્ન કર્યા છે. લગ્નમાં તેમણે ફેશન ડિઝાઈનર અનીતા ડોંગરાનાં સ્ટાઈલ કરેલા વેડિંગ આઉટફિટ પહેર્યા છે. અનીતા ડોંગરાએ પોતાના ઈસ્ટાગ્રામ પર તેમની તસ્વીરો શેયર કરી છે.

Instagram will load in the frontend.

અમિત શાહ અને આદિત્ય મદિરાજૂએ હિન્દુ રિતી-રિવાજો મુજબ લગ્ન કર્યા છે. તેમના ફોટો સોશિયલ મીડિયા પર ચારે બાજુ છવાઈ છે. તે પણ એ માટે કારણ કે સમલૈગિક વિવાહની આટલી સુંદર ફોટો કદાચ જ પહેલા આવી હોય. સોશિયલ મીડિયા પર આ સુંદર જોડીને લોકો શુભેચ્છા આપી રહ્યા છે.

1563877204 2595 Photos : અમેરિકામાં બે ભારતીય યુવકો એકબીજાનાં પ્રેમમાં, ભારતીય રીતરિવાજ મુજબ કર્યા લગ્ન

અમિત શાહે જણાવ્યુ કે 2016માં તેઓ બંને પોતાના એક મિત્ર દ્વારા મળ્યા હતા. એ દિવસથી જ અમે બંને એકબીજાની સાથે છીએ. બારમાં જ નંબર બદલ્યા પછી મળવાનુ શરૂ કર્યુ. એક જેવા હોવા છતા એક જેવા નથી. કારણ કે તેમના વિચાર મળતા નથી.

Aditya amit Photos : અમેરિકામાં બે ભારતીય યુવકો એકબીજાનાં પ્રેમમાં, ભારતીય રીતરિવાજ મુજબ કર્યા લગ્ન

તેમણે કહ્યુ કે જ્યારે અમે એકબીજાને ડેટ કરી રહ્યા હતા તો અમને બિલકુલ નહોતુ લાગ્યુ કે અમે લગ્ન કરીશુ પણ જેમ જેમ સમય વીતતો ગયો અમને લાગ્યુ કે અમે બંને એકબીજા માટે જ બન્યા છીએ.

Instagram will load in the frontend.

ત્યારબાદ અમે અમારા માતા-પિતાને લગ્ન માટે પુછ્યુ. આ બંનેયે લગ્ન પહેલા પ્રી વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યુ. મહેંદી અને હળદરની પાર્ટી પણ કરી. અમિતે જણાવ્યુ છે કે આદિત્ય ખૂબ ક્રિએટિવ છે. તેને પેટિંગ અને આર્ટ્સમાં ખૂબ રસ છે.

Instagram will load in the frontend.

અમિતે કહ્યુ કે, અમે ભારતીય રીતરિવાજ સાથે લગ્ન કરવા માંગતા હતા. આદિત્યનો પરિવાર ભારતમાં રહે છે, જ્યારે તે અમેરિકા આવ્યા તો અમે લગ્ન કરવાનો નિર્ણ કર્યો. અમે કોઇને પણ ફોર્સ કર્યો નહી. અમારા પરિવારે અમને ઘણો સપોર્ટ કર્યો. જેના માટે હુ તેમનો આભારી છુ.

Instagram will load in the frontend.

આદિત્યએ કહ્યુ કે, આ લગ્ન દોસ્તો અને પરિવારની વચ્ચે થઇ. અમે પૂજા કરી, એકબીજાને માળા પહેરાવી અને ફેરા ફર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.