Bharuch Accident: ભરૂચના અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતમાં (Bharuch Accident) બેના મોત થયા છે. રાજપીપળા ચોકડી (Rajpipala) નજીક ત્રિપલ અકસ્માત જીવલેણ નીવડ્યો હતો. ટેમ્પો, ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમા બાઇક પર સવાર બેના મોત થયા હતા. આ અકસ્માત રાજપીપળા ચોકડી નજીક યુ-ટર્ન હતો ત્યાં થયો હતો. અકસ્માતના પગલે તાત્કાલિક રાજપીપળા પોલીસ પહોંચી ગઈ હતી. અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી.
સ્થાનિકોની મદદના કારણે કેટલાય લોકોના જીવ બચી શક્યા હતા. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે મૃત્યુ પામેલાઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાઓની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પહેલા ગુજરાતમાં અકસ્માતના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે,ટ્રાફિક નિયમો નેવે મૂકીને જયારે વાહન ચાલકો વાહન હંકારતા હોય છે,ત્યારે અકસ્માતના કેસો ખુબ વધી જાય છે. ભરૂચમાંથી પણ હાલ અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભરૂચના ઝઘડિયામાં મહિલા વન કર્મીનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નાનાસંજા ફાટક પાસે મોપેડ પર સવાર મહિલા વન કર્મીને વાહન ચાલકે હડફેટમાં લેતા ગમખ્વાર અકસ્મતા સર્જાયો હતો,તેમાં તેમનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચોઃ ભરૂચના ઝઘડિયામાં મહિલા વન કર્મીનું અકસ્માતમાં મોત,ઘટનાના દ્રશ્યો સામે આવ્યા
આ પણ વાંચોઃ આફ્રિકાના સ્વાઝીલેન્ડમાં ગુજરાતી પરિવારના સભ્યો અકસ્માતનો ભોગ બન્યા, પરિવાર ભરૂચનો વતની
