Rajkot/ શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડમાં વધુ બે ડોક્ટરોને ધરપકડ બાદ મળ્યા જામીન

શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડમાં વધુ બે ડોક્ટરોને ધરપકડ બાદ મળ્યા જામીન

Gujarat Rajkot
dragan 7 શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડમાં વધુ બે ડોક્ટરોને ધરપકડ બાદ મળ્યા જામીન

@ભાવિની વસાણી, રાજકોટ 

રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આવેલા કોવિડ વિભાગમાં તાજેતરમાં મોડી રાત્રે હોસ્પિટલના તબીબોની બેદરકારીને કારણે આગ ભભૂકી ઉઠી હતી જેમાં પાંચ વ્યક્તિ જીવતા ભૂંજાઈ ગયા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં પોલીસે કુલ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જેમાંથી ડોક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ડોક્ટર તેજસ મોતીવરસને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટે બંનેના પોલીસ રિમાન્ડની અરજી નામંજૂર કરી અને જામીન મુક્ત કરી દીધા છે.

ગઇકાલે ત્રણ ડોક્ટરોને કોર્ટમાં રજૂ કર્યા બાદ જામીન મળ્યા હતા ત્યારે આજે વધુ બે ડોક્ટરને કોર્ટમાં રજૂ કર્યા બાદ જામીન આપવામાં આવ્યા છે. તમામ ડોક્ટરો ને જજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પાંચ દિવસની રિમાન્ડની માગણી કરવામાં આવી હતી પરંતુ પોતે પોલીસની આ માગણી ફગાવી અને તમામ ડોક્ટરને જામીન પર મુક્ત કરી દીધા હતા.