Amreli News/ રાજુલાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત બે શખ્સો 2 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

કોન્ટ્રાક્ટનું કામ પુરૂ થતા ડિપોઝીટની રકમ છુટી કરવા 10 લાખની લાંચ માંગી હતી

Top Stories Gujarat Others

Amreli News : આ કેસની વિગત મુજબ ફરિયાદીનો ફોરેસ્ટ વિભાગ,રાજુલામાં સિવિલ બાંધકામનો વાર્ષિક કોન્ટ્રાક્ટ મંજૂર થયો હતો. જેની ડિપોઝિટ પેટે તેઓએ રૂપિયા 5,00,000/- (પાંચ લાખ) જમા કરાવેલ હતા. આ કોન્ટ્રાક્ટ નું કામ પૂર્ણ થઈ જતા ફરિયાદીએ અમરેલી જિલ્લાના રાજુલાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર યોગરાજસિંહ એમ.રાઠોડને ડિપોઝીટ છુટી કરવા કહ્યું હતું.

પરંતુ રાઠોડે કમિશનની ટકાવારી પેટે ફરિયાદી પાસે રૂ.10,00,000 ની લાંચ માંગી હતી. જેમાં ફરિયાદીએ અગાઉ રૂ.90,000 રાઠોડને આપ્યા હતા. તેમછતા રાઠોડે પૈસાની માંગણી ચાલુ રાખી હતી. બીજીતરફ ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ રાજુલામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં જાળ બિછાવીને રૂ,2,00,000 ની લાંચ લેતારેન્જ ફોરેસ્ટ ઓફિસર યોગરાડસિંગ રાઠોડ અને કોમ્પ્યુટર ઓપરેટર (કરાર આધારિત) વિસ્મય ડી. રાજ્યગુરૂની રંગેહાથ ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં સાઇબર ગઠિયાઓનો નવો કીમિયોઃ ગે એપ્લિકેશનનો કરાતો ઉપયોગ

આ પણ વાંચો:પોકર અને રમી જુગાર નથી… ગેમિંગ એપ પર અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય

આ પણ વાંચો:શું ફાયરિંગ બાદ સલમાન ખાન હવે ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડી રહ્યો છે? ભાઈ અરબાઝે કહ્યું,જગ્યા બદલવાની જરૂર નથી