- અરવલ્લીના માલપુરના રાસાપુર ગામે અકસ્માત
- ગત મોડી રાત્રે ટ્રેક્ટર સાથે બાઈક સવારો ટકરાયા
- અકસ્માતમાં બે યુવાનોના ઘટનાસ્થળે થયા મોત
- અન્ય ઘાયલ એક યુવકને સારવાર માટે ખસેડાયો
- મગફળી ભરેલા ટ્રેકરની ટ્રોલી નીચે આવતા મોત
- યુવાનો ધનસુરા કવોરીથી જઈ રહ્યા હતા દાહોદ
- માલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
કોરોના વાયરસની મહામારીમાં રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબ વધી રહી છે, દરરોજ નાના મોટા અકસ્માતના સમાચાર સામે આવે છે, એવી જ રીતે અરવલ્લીના માલપુરના રાસાપુર ગામે અકસ્માતની ઘટના સામે આવી છે.
અરવલ્લીના રાસાપુર ગામે ગત મોડી રાત્રે ટ્રેક્ટર સાથે બાઈક સવારો ટકરાયા હતા, આ અકસ્માતમાં બે યુવાનોના ઘટનાસ્થળે મ મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી છે. બીજી તરફ અકસ્માતમાં અન્ય ઘાયલ એક યુવકને સારવાર માટે ખસેડાયો છે.
મળતી માહિતી મુજબ, મગફળી ભરેલા ટ્રેકરની ટ્રોલી નીચે આવતા યુવાનનું મોત થયું હતું અને યુવાનો ધનસુરા કવોરીથી દાહોદ જઈ રહ્યા હતા. ત્યારે હવે આ મામલે માલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
