sports news/ ભારતે U-19 વર્લ્ડકપમાં ઇતિહાસનો સૌથી મોટો રન ચેઝ કર્યો

આ ચેઝ U-19 World Cup ના ઇતિહાસમાં સૌથી મોટો સફળ રન ચેઝ બની ગયો છે

Top Stories Sports
U-19 World Cup

Sports News : ભારતે U-19 વર્લ્ડ કપ (U-19 World Cup) માં શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે. બુધવારે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી બીજી સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી. ભારત હવે 10મી વખત U-19 વર્લ્ડ કપ(U-19 World Cup) ની ફાઈનલમાં પહોંચ્યું છે. ફાઈનલ મેચ 6 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે રમાશે.

અફઘાનિસ્તાનનો મજબૂત સ્કોર – 310/4

ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાનએ 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 310 રન બનાવ્યા હતા. ટીમ તરફથી બે શાનદાર સદી નોંધાઈ:

  • ફૈઝલ શિનોઝાદા – 110 રન

  • ઉઝૈરુલ્લાહ નિયાઝઈ – અણનમ 101 રન

ભારત તરફથી બોલિંગમાં દીપેશ દેવેન્દ્રન અને કનિષ્ક ચૌહાણએ 2-2 વિકેટ ઝડપી.

ભારતનો ઐતિહાસિક ચેઝ – 311 રન 41.1 ઓવરમાં પૂર્ણ

311 રનના વિશાળ ટાર્ગેટ સામે ભારતીય ટીમે તોફાની બેટિંગ કરી. ઓપનર આરોન જ્યોર્જની શાનદાર સદીની મદદથી ભારતે માત્ર 41.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું.

ભારત તરફથી મુખ્ય યોગદાન:

  • આરોન જ્યોર્જ – 115 રન (સદી)

  • વૈભવ સૂર્યવંશી – 68 રન

  • કેપ્ટન આયુષ મ્હાત્રે – 62 રન

આ ચેઝ U-19 વર્લ્ડ કપ (U-19 World Cup) ના ઇતિહાસમાં સૌથી મોટો સફળ રન ચેઝ બની ગયો છે. એટલું જ નહીં, આ યુથ વન-ડે ક્રિકેટમાં પણ ભારતનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ છે.

મેચમાં કુલ 620 રન – યુથ ODIમાં નવો રેકોર્ડ

U-19 વર્લ્ડ કપ (U-19 World Cup) નાં આ મુકાબલામાં બંને ટીમે મળીને કુલ 620 રન બનાવ્યા, જે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે યુથ વન-ડેમાં સૌથી વધુ રનનો રેકોર્ડ છે. અગાઉનો રેકોર્ડ 521 રનનો હતો, જે 2021માં ICC દુબઈ મેદાન પર નોંધાયો હતો.

આરોન જ્યોર્જની 95 બોલમાં સદી

આરોન જ્યોર્જે 37મી ઓવરમાં માત્ર 95 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ ટૂર્નામેન્ટમાં તેમની પહેલી સદી હતી. 40મી ઓવરમાં ભારતે 300 રનનો આંકડો પાર કર્યો, બાદમાં આરોન 115 રન બનાવી આઉટ થયો.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત (IND)

આયુષ મ્હાત્રે (કેપ્ટન), એરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), વેદાંત ત્રિવેદી, આર.એસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલન પટેલ, હેનિલ પટેલ, દીપેશ દેવેન્દ્રન.

અફઘાનિસ્તાન (AFG)

મહેબૂબ ખાન (કેપ્ટન અને વિકેટકીપર), ઓસ્માન સદાત, ખાલિદ અહમદઝઈ, ફૈઝલ શિનોઝાદા, ઉઝૈરુલ્લાહ નિયાઝઈ, અઝીઝુલ્લાહ મિયાખિલ, અબ્દુલ અઝીઝ, ખાતિર સ્ટેનિકઝાઈ, રૂહુલ્લાહ આરબ, નૂરિસ્તાની ઓમરઝઈ, વહીદુલ્લાહ ઝાદરાન.

હવે નજર ફાઈનલ પર

U-19 વર્લ્ડ કપ (U-19 World Cup) ના ઇતિહાસમાં આ ઐતિહાસિક જીત સાથે ભારતે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે અને હવે 6 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે ખિતાબ માટે ટક્કર આપશે.


આ પણ વાંચો: ભારતમાં ટૂંક સમયમાં એકસાથે જોવા મળી શકે છે, ટેસ્ટ અને T-20 ની મજા

આ પણ વાંચો:સમીર વાનખેડે ફરી ચર્ચામાં, શાહરૂખ અને ગૌરી ખાન સામે કેસ દાખલ કર્યો!

આ પણ વાંચો:ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ 2025 આવી ગયું છે, બે બાદ ટીવી પર પાછો ફરી રહ્યો છે. ક્યારે અને ક્યાં પ્રીમિયર થશે?