Murder/ માતાનો વીમો ઉતરાવી દીકરાએ હત્યા કરી નાંખી, મૃતદેહ કોથળામાં ભરીને યમુના નદીમાં ફેંકી દીધો

મહિલાના પતિ રોશન સિંહ ચિત્રકૂટ જીલ્લાના રાજાપુર હનુમાન મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને તેઓ ઘરે આવ્યો તો તેમની 50 વર્ષીય પત્ની પ્રભાદેવી ક્યાંય દેખાઈ ન હતી. તેમમે પુત્ર હિમાંશુને તેની માતા બાબતે પુછ્યું હતું. હિમાંશુએ કહ્યું કે તે નાનીના ઘરે ગઈ છે. જોકે રોશન સિંહને પત્નીના ચપ્પલ દેખાયા હતા. તેમને શંકા ગઈ કે વગર ચપ્પલ પહેરે પત્ની ઘરની બહાર કેવી રીતે જઈ શકે. તેમણે આ

Top Stories India

Uttar Pradesh News: ઉત્તરપ્રદેશના ફતેપુરમાં સનસનાટીભર્યો બનાવ બન્યો છે. અહીંના ધાતા વિસ્તારમાં નાની અઢૌલી ગામમાં એક પુત્રએ પોતાની માતાની ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. બાદમાં મૃતદેહને કોથળામાં ભરીને યમુના નદીમાં ફેંકી દીધો હતો. દીકરો માતાના વીમાના 50 લાખ રૂપિયા મેળવવા ઈચ્છતો હતો.

મહિલાના ગૂમ થયા બાદ તેનો પતિ પોતાના પિતરાઈ ભાઈ સાથે તેને શોધવા નીકળ્યો હતો. તેને મહિલાનો મૃતદેહ યમુના નદીના કિનારેથી મળ્યો હતો. પિતાને દીકરાની હરકતો પર શંકા ગઈ હતી. બાદમાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે દીકરો ઘરેથી ફરાર થઈ ગયો હતો. કહેવાય છે કે આ હત્યાકાંડમાં બે અન્ય લોકો પણ સંડોવાયેલા છે. હાલમાં પોલીસ બનાવ સંદર્ભે તપાસ કરી રહી છે.

પુત્ર જ્યારે માતાનો મૃતદેહ ઠેકાણે પાડીને ઘરે આવ્યો ત્યારે તેના પિતા પણ ઘરે આવી ગયા હતા. તેમણે દિકરાને માતા વિશે પુછ્યું હતું. જોકે પુત્રએ સાચો જવાબ આપ્યો ન હતો. દરમિયાન પિતાની નજર ઘરમાં પડેલા ચપ્પલ પર પડી. તેમને લાગ્યું કે કંઈક તો ગરબડ છે. ત્યારબાદ તે પોતાના પિતરાઈ ભાઈ સાથે પત્નીને શોધવા નીકળ્યા હતા. યમુના નદીના કિનારે પત્નીનો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ તેમણે આ અંગે પોલીસને જાણ કરી હતી.

તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું તો કોથળામાં મહિલાનો મૃતદેહ હતો. બાદમાં મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો હતો. આ બનાવ સંદર્ભે પોલીસે પુત્ર વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.

મહિલાના પતિ રોશન સિંહ ચિત્રકૂટ જીલ્લાના રાજાપુર હનુમાન મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને તેઓ ઘરે આવ્યો તો તેમની 50 વર્ષીય પત્ની પ્રભાદેવી ક્યાંય દેખાઈ ન હતી. તેમમે પુત્ર હિમાંશુને તેની માતા બાબતે પુછ્યું હતું. હિમાંશુએ કહ્યું કે તે નાનીના ઘરે ગઈ છે. જોકે રોશન સિંહને પત્નીના ચપ્પલ દેખાયા હતા. તેમને શંકા ગઈ કે વગર ચપ્પલ પહેરે પત્ની ઘરની બહાર કેવી રીતે જઈ શકે. તેમણે આ બાબતે પડોશીઓની પણ પુછપરછ કરી હતી. તેમાં તેમને જાણવા મળ્યું કે પુત્ર ટ્રેકટરમાં કોથલામાં કંઈક ભરીને રાત્રે ક્યાંક નીકળી ગયો હતો. ત્યારબાદ તે પત્નીને શોધવા નીકળી પડ્યા હતા.

રોશન સિંહે પોલીસને જણાવ્યું કે પુત્રએ મારો અને મારી પત્નીનો 50-50 લાખનો વીમો ઉતરાવ્યો હતો. તે વીમાના પૈસા મેળવવા માંગતો હતો. પત્નીની પોલીસીના કાગળો તેણે તેની પાસે જ રાખ્યા હતા. હાલમાં પોલીસ હિમાંશુની તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કર્ણાટક સરકાર 1 કરોડથી વધુ આવક ધરાવતા મંદિરો પર કર વસૂલશે, ભાજપે કર્યો વિરોધ

આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…