સમગ્ર દેશ માં આ વખતે કોરોના ની બીજી લહેર ખૂબ જ ભયાનક જોવા મળી હતી . જેમાં અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા તેમજ અનેક ના મૃત્યુ પણ થાય છે . ત્યારે આ કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને ઘણા દેશોએ વાયરસના ફેલાવાને રોકવા માટે મુસાફરી માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે . સંયુક્ત આરબ અમીરાત એ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા સહિતના ઘણા દેશોમાં તેના નાગરિકોના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કોરોના વાયરસ ના કારણે સંયુક્ત આરબ અમીરાતે 21 જુલાઇ સુધી મુસાફરોને 14 દેશોના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે.
યુએઈએ પણ તેના નાગરિકોને પોતાને અલગ રાખવા, બધી સૂચનાઓનું પાલન કરવા અને મુસાફરી દરમિયાન ચેપ લાગ્યો હોય તો સંબંધિત દેશ દ્વારા લાગુ કરવામાં આવેલા આરોગ્ય પ્રોટોકોલોનું પાલન કરવાનું કહ્યું હતું. દરમિયાન, સંક્રમિત નાગરિકોને સંબંધિત દેશના અધિકારીઓ અને યુએઈના આરોગ્ય વિભાગની આવશ્યક મંજૂરીઓ પ્રાપ્ત કર્યા પછી યુએઈમાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવશે.
