રાજકીય સંકટ/ ઉદ્ધવ ઠાકરે CM આવાસ છોડીને માતોશ્રી જવા રવાના થયા,શિવસૈનિકો સમર્થનમાં ઉતર્યા

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર છે. દરમિયાન બે દિવસ પહેલા શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેએ બળવો કર્યો હતો.

Top Stories India
9 23 ઉદ્ધવ ઠાકરે CM આવાસ છોડીને માતોશ્રી જવા રવાના થયા,શિવસૈનિકો સમર્થનમાં ઉતર્યા

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર છે. દરમિયાન બે દિવસ પહેલા શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેએ બળવો કર્યો હતો. શિંદે આસામના ગુવાહાટીમાં શિવસેનાના લગભગ 40 ધારાસભ્યો સાથે છે અને પોતાને અસલી શિવસેના ગણાવે છે. તેમણે સીએમ ઉદ્ધવ ઠાકરે સમક્ષ ભાજપ સાથે સરકાર બનાવવાની શરત મૂકી છે,આ રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે એ સાંજે સોશિયલ મીડિયા પર લાઇવ આવ્યા હતા,અને અંતે તેમણે આ મામલે અનેક બાબતો પર ખુલાસો કર્યો હતો.

 

 

ઉલ્લેખનીય છે કે હાલમાં મુખ્યમંત્રી નવાસ  ઉદ્વવ ઠાકરેએ છોડ્યું છે અને તમામ સામાન સાથે તે પોતાના ઘર માતોશ્રી જઇ રહ્યા છે. આ મામલે શિવસૈનિકો તેમને સમર્થન આપવા માટે એકત્રિત થયા છે. આગામી રણનીતિ શું હશે ,રાજકીય સમીકરણો શું રચાશે તે ગણતરીનો દિવસોમાં ખબર પડી જશે. હાલ મહારાષ્ટ્રમાં પોસ્ટર યુદ્વ શરૂ થઇ ગયુ છે. ઉદ્વવ ઠાકરેના સમર્થનમાં લોકો આવી રહ્યા છે.