Not Set/ ઉદ્ધવ ઠાકરે/ મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર મળ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે ગઠબંધન તોડી અને લાંબા સંઘર્ષ બાદ મહારાષ્ટ્રના સિંહાસન પર બિરાજમાન થયા છે. તેમને કોંગ્રેસ-એનસીપીની મદદથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા બાદ પહેલીવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે. પીએમ મોદીનું સ્વાગત કરવા ઠાકરે શુક્રવારે સાંજે પુણે એરપોર્ટ પર પહોંચ્યા હતા. વડા પ્રધાન અહીં પોલીસ નિયામક જનરલ અને નિરીક્ષકોના રાષ્ટ્રીય સંમેલનમાં […]

Top Stories India

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે ગઠબંધન તોડી અને લાંબા સંઘર્ષ બાદ મહારાષ્ટ્રના સિંહાસન પર બિરાજમાન થયા છે. તેમને કોંગ્રેસ-એનસીપીની મદદથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા બાદ પહેલીવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે. પીએમ મોદીનું સ્વાગત કરવા ઠાકરે શુક્રવારે સાંજે પુણે એરપોર્ટ પર પહોંચ્યા હતા. વડા પ્રધાન અહીં પોલીસ નિયામક જનરલ અને નિરીક્ષકોના રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

રાજ્ય સરકારના અધિકારીઓનું કહેવું છે કે ઠાકરે વડા પ્રધાનને આવકાર્યા બાદ મુંબઇ રવાના થયા હતા. જોકે, તે જાણી શકાયું નથી કે એરપોર્ટ પર બંને વચ્ચે શું વાતચીત થઈ હતી. એરપોર્ટ પર પીએમ મોદીને આવકારનારા લોકોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર હતા.

ગત મહિને ગઠબંધન તરીકે યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ સાથે ઝંપલાવ્યું હતું. પરંતુ ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ બંને પક્ષો વચ્ચે સત્તાની વહેચનીને લઈને મતભેદ જોવા મળ્યા હતા.  શિવસેના અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ માંગી રહી હતી. જ્યારે બીજેપીએ તેને નાયબ મુખ્યમંત્રી પદ આપવાની દરખાસ્ત કરતાં આ પ્રકારના કોઈપણ કરારને ભાજપે નકારી દીધા હતા.

બાદમાં બંને પક્ષોએ પોતાનું જોડાણ તોડ્યું હતું. પરિણામો જાહેર થયા પછી, ઉદ્ધવે આખરે એનસીપી અને કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી પદના શપથ લીધા અને આ સાથે તેઓ સરકારમાં કોઈપણ પદ સંભાળનારા ઠાકરે પરિવારના પ્રથમ સભ્ય બન્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.