Maharashtra Politics/ ઉદ્ધવ ઠાકરેના એકનાથ શિંદે જૂથ પર પ્રહાર, અભદ્ર શબ્દોનો કર્યો ઉપયોગ

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે ​​અભ્યુદય નગરમાં શરૂ થયેલી શિવસેનાની શાખાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ શાખા શિવસેના સાંસદ અરવિંદ સાવંતના સમર્થનથી શરૂ કરવામાં આવી છે

Top Stories India
12 1 11 ઉદ્ધવ ઠાકરેના એકનાથ શિંદે જૂથ પર પ્રહાર, અભદ્ર શબ્દોનો કર્યો ઉપયોગ

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે ​​અભ્યુદય નગરમાં શરૂ થયેલી શિવસેનાની શાખાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ શાખા શિવસેના સાંસદ અરવિંદ સાવંતના સમર્થનથી શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે શિવસેનાના અધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ દરમિયાન પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે તેમના ભાષણમાં એકનાથ શિંદે જૂથ માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.

ઉદ્ધવ ઠાકરેએ અંતમાં એમ પણ કહ્યું કે જો એ લોકોમાં હિંમત હોય તો તેમના નામે વોટ માગો, શિવસેના પ્રમુખ એટલે કે બાળાસાહેબ ઠાકરેની તસવીરનો ઉપયોગ ન કરો. તેમણે કહ્યું કે લોકો મને પૂછતા હતા કે તમારા હિન્દુત્વ અને ભાજપના હિન્દુત્વમાં શું તફાવત છે. હું તમને કહેવા માંગુ છું કે BJP રાજકારણ માટે હિન્દુત્વ/હિંદુત્વવાદી હોવાનો ઢોંગ કરે છે, અમે હિન્દુત્વ માટે રાજકારણ કરીએ છીએ.

પૂર્વ સીએમએ કહ્યું કે અરવિંદ લાંબા સમયથી મારી પાછળ હતા કે તમે બ્રાન્ચનું ઉદ્ઘાટન કરો, પરંતુ હવે સમય એવો છે કે ધારાસભ્યો, સાંસદો જે બોલે છે તે સાંભળવું પડે છે. તેમણે લોકોને પૂછ્યું કે જેઓ અમને છોડીને ગયા તેમને શું કહેવું? તેના પર ત્યાં હાજર લોકોએ કહ્યું કે તેમને દેશદ્રોહી કહેવા જોઈએ.

શિવસેના પ્રમુખે વધુમાં કહ્યું કે જેઓ અમને છોડીને ચાલ્યા ગયા છે, શું તેઓ ચૂંટાયા પછી ફરી આવી શકે છે? લોકપ્રતિનિધિએ જનતામાં મુક્તપણે ફરવું જોઈએ, પરંતુ આ બધા (બળવાખોર ધારાસભ્યો) કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી સુરક્ષાની વચ્ચે ફરે છે. આજે તેમણે જે કર્યું છે, જો તે અઢી વર્ષ પહેલાં કર્યું હોત તો હવે બધું બરાબર ચાલતું હોત. 2019માં બધું 50-50 થઈ જશે, તે નક્કી હતું. આજે અમે કહી રહ્યા છીએ કે જો આવો નિર્ણય લેવામાં આવ્યો નથી તો હવે તે કેવી રીતે શક્ય છે. જો તે સમયે તેમણે મારી વાત સાંભળી હોત તો આજે તેમને દિલ પર પથ્થર રાખીને મુખ્યમંત્રી બનાવવા ન પડત.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જ્યારે પણ પાર્ટી પર સંકટ આવ્યું ત્યારે પાર્ટી તેમાંથી બહાર આવી અને પહેલા કરતા વધુ મજબૂત બની. અગાઉ જ્યારે પણ પાર્ટીમાં ફાટ પડી ત્યારે પાર્ટીમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વખતે તેમણે પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે. આ પછી ઉદ્ધવ ઠાકરેએ કેટલાક અપશબ્દો કહ્યા. તેમણે વધુમાં કહ્યું કે મારે આ લોકોને કહેવું છે કે આ લોકોએ બાળાસાહેબ ઠાકરેના ફોટાનો ઉપયોગ ન કરવો જોઈએ. અત્યારે આદિત્ય ઠાકરે રાજ્યભરમાં નિષ્ઠા યાત્રા કરી રહ્યા છે. આવતા મહિનાથી હું રાજ્યની મુલાકાત લઈશ.