Not Set/ UK PM બોરિસ જહોન્સન ગૃહ સચિવ પ્રીતિ પટેલ સાથે દિવાળી મનાવવા નીસડન મંદિર ખાતે પહોંચ્યા

PM જહોન્સને મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે યુનાઇટેડ કિંગડમમાં પોતાનું જે યોગદાન આપ્યું છે, તે અકલ્પનીય છે.

World
બોરિસ જહોન્સન પ્રીતિ પટેલ

યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન બોરીસ જહોન્સન અને ગૃહ વિભાગના રાજ્ય સચિવ પ્રીતિ પટેલે દિવાળી અને નુતનવર્ષની ઉજવણી BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસડન ખાતે રવિવારે કરી હતી. વડાપ્રધાન જહોન્સનની મંદિરની આ પાંચમી મુલાકાત હતી. વડાપ્રધાન જહોન્સનનું હિન્દુ પરંપરા પ્રમાણે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

બોરિસ જહોન્સન UK PM બોરિસ જહોન્સન ગૃહ સચિવ પ્રીતિ પટેલ સાથે દિવાળી મનાવવા નીસડન મંદિર ખાતે પહોંચ્યા

ગૃહ સચિવનું મંદિરમાં આગમનમાં ફળોની ટોપલી આપી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે સમગ્ર મંદિરના ગર્ભગૃહને જીણવટપૂર્વક નિહાળ્યું હતું. તેમણે ઠાકોરજી સમક્ષ ધરાવવામાં આવેલા અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત તેમણે નીલકંઠ વર્ણીનો અભિષેક પણ કરી દિવ્યતાનો અનુભવ પ્રાપ્ત કર્યો હતો.

ફળનું બાસ્કેટ UK PM બોરિસ જહોન્સન ગૃહ સચિવ પ્રીતિ પટેલ સાથે દિવાળી મનાવવા નીસડન મંદિર ખાતે પહોંચ્યા

નીલકંઠ વર્ણીનો અભિષેક

વડાપ્રધાન બોરિસ જહોન્સન અને તેમની સાથે આવેલા મહેમાનોએ BAPS દ્વારા પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી કોરોનાકાળમાં કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી અને વિશ્વવ્યાપી સેવાકીય પ્રવૃતિઓને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી નિહાળી હતી.

વડાપ્રધાન જહોન્સને મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે યુનાઇટેડ કિંગડમમાં પોતાનું જે યોગદાન આપ્યું છે, તે અકલ્પનીય છે. હું અહીં અનેકવાર આવ્યો છું. પરંતુ એવુ ક્યારેય નથી લાગ્યું કે અનેકવાર આવ્યો હોય અને અલગ ન લાગ્યું હોય. લંડનના લોકો નીસડન મંદિર પ્રત્યે અનોખી કેન્દ્ર સ્થાને શ્રદ્ધા ધરાવે છે.

જહોન્સન શુભેચ્છાઓ

ગૃહ સચિવ પ્રીતિ પટેલે પણ મંદિરના અતુલ્ય કાર્યો વિશે પ્રશંસા કરી હતી.

આ અંગે યુકેમાં BAPSના સ્વયંસેવક સંજય કારાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન અને ગૃહ સચિવ બ્રિટિશ હિંદુઓના સ્થાનિક સમુદાય સાથે નીસડન મંદિરમાં દિવાળીની ઉજવણીમાં જોડાયા તે સન્માનની વાત હતી. અમે અમારી પ્રાર્થના કરીએ છીએ કે તેઓ જનતાની યોગ્ય રીતે સેવા કરી શકે અને અમારા મહાન રાષ્ટ્રના સમર્થનમાં તેમની સાથે કામ કરવા આતુર છીએ.

હરિભક્તો સાથે મુલાકાત UK PM બોરિસ જહોન્સન ગૃહ સચિવ પ્રીતિ પટેલ સાથે દિવાળી મનાવવા નીસડન મંદિર ખાતે પહોંચ્યા

આ ઉપરાંત તેઓ મંદિરના હરિભક્તો, કાર્યકર્તાઓ તથા ગરીબ લોકોને ભોજન પહોચાડતી ટીમ સહિત અનેક લોકો સાથે વડાપ્રધાન જહોન્સને મુલાકાત કરી હતી અને મંદિરથી વિદાય લીધી હતી.

બોરિસ જહોન્સન પ્રીતિ પટેલ