Not Set/ પુત્રી અનન્યા પછી ચંકી પાંડેના ભાઈ ચિક્કીને મુંબઈ પોલીસનું સમન્સ

ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેને મુંબઈ પોલીસની SITમાં સમન્સ મોકલવામાં આવ્યા છે. SITએ ચિક્કી ઉપરાંત શાહરૂખની મેનેજર પૂજા દદલાનીને પણ સમન્સ પાઠવ્યા છે.

Entertainment
cctv 3 પુત્રી અનન્યા પછી ચંકી પાંડેના ભાઈ ચિક્કીને મુંબઈ પોલીસનું સમન્સ

અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનન ડ્રગ કેસમાં અનન્યા પાંડેના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ અભિનેત્રીને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. હવે ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેને મુંબઈ પોલીસની SITમાં સમન્સ મોકલવામાં આવ્યા છે. SITએ ચિક્કી ઉપરાંત શાહરૂખની મેનેજર પૂજા દદલાનીને પણ સમન્સ પાઠવ્યા છે.

અહેવાલો અનુસાર, NCB અધિકારીઓ સામે કથિત જબરદસ્તી વસુલીના આરોપમાં ચિક્કીને સમન્સ મોકલવામાં આવ્યું છે, જેની તપાસ મુંબઈ પોલીસની વિશેષ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. NCB સામેના આ આરોપોની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસ ચિક્કીની પૂછપરછ કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, ચિક્કીએ પણ મુંબઈ પોલીસના સમન્સનો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે તે હાલમાં કોરોના સામે લડી રહ્યો છે અને તેમની સામે હાજર થઈ શકશે નહીં. સેમ ડિસોઝાના નિવેદન બાદ ચિક્કીનું નામ સામે આવ્યું છે. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સેમ ડિસોઝાનું નામ આવ્યું હતું અને તેણે કહ્યું હતું કે ચિક્કી પૈસા ભરેલી બેગ લઈને લોઅર પરેલ પહોચ્યો હતો. આ સમન માત્ર NCB અધિકારીઓ સામે નાણાંની ઉચાપતના આરોપના સંબંધમાં મોકલવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ પોલીસની વિશેષ ટીમ NCB અધિકારીઓ દ્વારા ખંડણીના આરોપોની તપાસ કરી રહી છે.

NCP નેતા નવાબ મલિક શરૂઆતથી જ આ ડ્રગ્સ કેસને ષડયંત્ર ગણાવી રહ્યા છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે NCB ઓફિસર સમીર વાનખેડેએ શાહરૂખના પુત્ર આર્યનનું અપહરણ કરવાનું કાવતરું ઘડ્યું હતું. સમીર વાનખેડે અને તેના જુનિયર વી.વી. સિંહ અને આશિષ રંજન અને તેનો એક ડ્રાઈવર આ હાઈપ્રોફાઈલ લોકોને ફસાવવા માટે ખાનગી સેના ચલાવે છે અને તેમની પાસેથી કરોડો રૂપિયાની ખંડણી વસુલ કરે છે.

ભ્રષ્ટાચાર / રાફેલ ડીલમાં નવો ખુલાસોઃ વચેટિયાઓને કરોડોની લાંચ, ફ્રેન્ચ અખબારનો દાવો

પંઢરપુરને કેન્દ્રની ભેટ / PM મોદીએ બે હાઈવેનો શિલાન્યાસ કર્યો, ખેડૂતોને લઇ કહ્યું, …