બોલિવૂડ એક્ટર સની દેઓલ અને એક્ટ્રેસ અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ બનવાના સમાચાર જ્યારથી આવ્યા છે ત્યારથી ફેન્સ આ ફિલ્મના શૂટિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે એ રાહ પૂરી થઈ. કારણ કે આજથી ફિલ્મ ‘ગદર 2’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અમીષા પટેલ સાથે મુહૂર્તની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જણાવી દઈએ કે ફિલ્મનું શૂટિંગ હિમાચલ પ્રદેશમાં ચાલી રહ્યું છે.
આ પણ વાંચો :સલમાન ખાન સાથે લગ્ન કરી ચૂકી છે કેટરીના કૈફ! સામે આવ્યો વીડિયો
ગદરની પ્રથમ ફિલ્મમાં સની દેઓલ તારા સિંહ અને અમીષા પટેલ સકીના તરીકે જોવા મળ્યા હતા. આ બંનેનું પાત્ર ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. આજે પણ આ ફિલ્મ લોકોના દિલમાં રાજ કરે છે.
ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા અમીષા પટેલે લખ્યું કે ગદર 2નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ સાથે, તેણે આર્મી જનરલ સુરેન્દ્ર સિંહ અને રોહિત જયકેને ટેગ કર્યા અને શૂટિંગ સેટ પર સમય પસાર કરવા બદલ આભાર માન્યો.
તસવીરોમાં બંને સ્ટાર્સ તારા સિંહ અને સકીનાના લૂકમાં જોવા મળી રહ્યા છે. અમીષા પટેલ લાઇટ પિંક કલરના સૂટ અને પીળા દુપટ્ટામાં જોવા મળી રહી છે.
આ પણ વાંચો :સિદ્ધાર્થના ગમમાંથી બહાર નીકળવા માટે અનાથાશ્રમના પહોંચી શહનાઝ ગિલ
સની દેઓલે પણ એક તસવીર શેર કરીને આ અંગે જાણકારી આપી હતી.
ફિલ્મ શૂટીંગ સેટની તસ્વીર શેર કરતા અમીષા પટેલે કેપ્શનમાં લખ્યું છે કે, ગદર-2 મુહૂર્ત શૉટ. તેની સાથે તેણે આર્મી જનરલ સુરેન્દ્ર સિંહ અને રોહિત જયકાયને ટૈગ કરતા શૂટીગ સેટ પર ટાઈમ વિતાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અહીં આપેલા ફોટોમાં પણ આપ તે જોઈ શકશો. અમીષા વ્હાઈટ સૂટ અને યેલો દુપ્પટોમાં દેખાઈ રહી છે. તો વળી તેની પાસે બેઠેલા સની દેઓલે માથા પર પાઘડી બાંધી બીજી બાજૂ જોઈ રહ્યા છે. ફોટોમાં બાકીની ટીમના લોકોની સાથે આર્મી ઓફિસર પણ દેખાઈ રહ્યા છે.
માત્ર અમીષા જ નહીં પરંતુ ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્માના પુત્ર ઉત્કર્ષ શર્માએ પણ શૂટિંગ શરૂ થવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેણે ટ્વીટ કર્યું, ‘ગદર 2 ના મુહૂર્ત પર ઉત્સાહથી ભરેલી બીજી સફર શરૂ થઈ ગઈ છે. તમારા બધાના આશીર્વાદ અને પ્રેમની જરૂર છે.’
અમીષા અને સની દેઓલની આ ફિલ્મ વર્ષ 2022માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો :એક્ટર અમિત સાધ કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી વાત
આ પણ વાંચો :KBC 13ના એપિસોડ પર વિવાદ, ચેનલે પ્રોમો હટાવ્યો, જાણો શું છે આખો મામલો
આ પણ વાંચો :પાકિસ્તાની મોડલે કરતારપુર સાહિબમાં ફોટોશૂટ બદલ માંગી માફી