Not Set/ રેડિયોમાં પહેલીવાર ડેબ્યુ કરશે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી

મુંબઇ  બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં રેડિયો પર ડેબ્યુ કરવા જઈ રહી છે. શિલ્પા મહાભારતની દ્રૌપદીની ભૂમિકાને પોતાનો અવાજ આપવાની છે. આ વિશે શિલ્પા શેટ્ટીએ કહ્યું, ‘બાળપણમાં અમને ટીવી પર ફક્ત બી.આર. ચોપરાના’ મહાભારત શો જ જોવાની મંજૂરી હતી. મારૂ પહેલાથી જ આધ્યાત્મિક તરફ ઝુકાવ રહ્યો છે. દ્રૌપદી અત્યંત સુંદર અને આઇકોનિક પાત્ર છે અને મને […]

Trending Entertainment
jjl રેડિયોમાં પહેલીવાર ડેબ્યુ કરશે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી

મુંબઇ 

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં રેડિયો પર ડેબ્યુ કરવા જઈ રહી છે. શિલ્પા મહાભારતની દ્રૌપદીની ભૂમિકાને પોતાનો અવાજ આપવાની છે. આ વિશે શિલ્પા શેટ્ટીએ કહ્યું, ‘બાળપણમાં અમને ટીવી પર ફક્ત બી.આર. ચોપરાના’ મહાભારત શો જ જોવાની મંજૂરી હતી. મારૂ પહેલાથી જ આધ્યાત્મિક તરફ ઝુકાવ રહ્યો છે. દ્રૌપદી અત્યંત સુંદર અને આઇકોનિક પાત્ર છે અને મને આનંદ છે કે હું મારો અવાજ તે પાત્રને આપી રહી છું.

શિલ્પાએ જણાવ્યું હતું કે, રેડિયો પર ડબિંગ મારા માટે એક નવો અનુભવ હશે. શિલ્પા શેટ્ટી આઠ વર્ષના હતા, ત્યારે તેમની માતા દ્રારા મહાભારત શો વિશે જાણવા મળ્યું.મહાભારત જોતી સમયે દ્રૌપદીના ચીરહરણ સીન દરમિયાન શિલ્પા ખુબ રડ્યાં હતા.

પોતાના રેડિયો ડેબ્યુની તૈયારી કરી રહેલ શિલ્પાએ કહ્યું, ‘હું ઘણા મોટા સ્ટાર્સ સાથે રહીશ. હવે  હું મારા પુત્રને પાંડવો અને કૌરવોની વાર્તા સાંભળવા માંગું છું, જે સાંભળીને હું મોટી થઇ છું.

 જણાવીએ કે શિલ્પાને આધ્યાત્મિકતા માટે ઘણો પ્રેમ છે. તે પોતાના છ વર્ષના દીકરા વિઆનને મહાકાવ્યો અને પૌરાણિક કથાઓ વિશે માહિતી આપે છે.

શિલ્પાએ પોતે કેટલો  રેડિયો સાંભળે છે  તે અંગે કહ્યું હતું કે 12 વર્ષ પહેલા, અમે કારમાં સંગીત સાંભળવા માટે સીડી રાખી હતી. હવે હું કારમાં રેડિયો ચેનલો સાંભળું છું. હું યાત્રા દરમિયાન રેડિયોને ઘણું ધ્યાન આપું છું અને અન્ય લોકો પણ તે કરે છે. આ શો તે બધા લોકો સુધી પહોંચશે.