Surat News: સુરત (Surat)માં પરવાનેદારની હાજરી વગર ઝોલાછાપ અનાજ વિતરણ કરતા રૂપિયા 7.24 લાખની છેતરપિંડી (Fraud)નું ભોપાળું સામે આવ્યું છે. સમગ્ર મામલે પાંડેસરા પોલીસ સ્ટેશન (Pandesara Police Station)માં વિધિવત ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
સુરતમાં પરવાનેદાર વિદેશ જતા તોલાટે છાપ બનાવી અનાજ વિતરણ કર્યાનો કાંડ થયો છે. સરકારના નિયમ વિરૂદ્ધ મે અને જૂન મહિનામાં અનાજ વિતરણ કરાયું હતું. પરવાનેદાર અને તોલાટે એકબીજાનાં મેળાપીણામાં સરકાર સાથે જ છેતરપિંડી કરી હોવાનો બનાવ બન્યો છે. માહિતી મુજબ રૂપિયા 7.24 લાખના અનાજની છેતરપિંડીનું ભોપાળું સામે આવતાં કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે.
પરવાનેદાર અને તોલાટે બંનેએ ભેગા મળી વિતરણના ખોટા ઇલેકટ્રોનિક રેકોર્ડ પણ બનાવ્યા હતા. લાભાર્થીઓની કુપન કાઢી અંગૂઠાની છાપથી અનાજ વિતરણ કરવામાં આવતું હતું. અનાજ વિતરણનું કૌભાંડ સામે આવતા સમગ્ર મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધવામાં આવી છે. પાંડેસરા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.
આ પણ વાંચો:ગુજરાતમાં રેશનકાર્ડ ધારકો ઘરે બેઠા કરાવી શકશે આ કામ, અનાજ મેળવવામાં નહીં આવે કોઈ અવરોધ
આ પણ વાંચો:મોરબીમાં સડેલા અનાજનો જાહેરમાં નિકાલ, જનઆરોગ્યને લઈને ગંભીર સવાલ
આ પણ વાંચો:મફતમાં અનાજ અને રૂપિયા મળે તો કામ કેમ કોઈ કરેઃ સુપ્રીમ કોર્ટ
