બૂસ્ટર ડોઝ/ કેન્દ્રીય કેબિનેટની ગુજરાતમાં 5 સહિત દેશમાં 157 નવી નર્સિંગ કોલેજો બનાવવા મંજુરી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા (Mansukh Mandaviya)એ જણાવ્યું છે કે, કેન્દ્રીય કેબિનેટે દેશમાં 157 નવી સરકારી નર્સિંગ કોલેજો ખોલવાનો નિર્ણય કર્યો છે. જે રાજ્યમાં જેટલી મેડિકલ કોલેજ છે, ત્યાં 10 કરોડના ખર્ચે નર્સિંગ કોલેજ ખોલવામાં આવશે. આ મંજૂરી અંતર્ગત ગુજરાતમાં 5 નવી સરકારી નર્સિંગ કોલેજ (Nursing College)  બનશે. જ્યાં દેશમાં 1 લાખ 6 હજાર MBBSની […]

India

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા (Mansukh Mandaviya)એ જણાવ્યું છે કે, કેન્દ્રીય કેબિનેટે દેશમાં 157 નવી સરકારી નર્સિંગ કોલેજો ખોલવાનો નિર્ણય કર્યો છે. જે રાજ્યમાં જેટલી મેડિકલ કોલેજ છે, ત્યાં 10 કરોડના ખર્ચે નર્સિંગ કોલેજ ખોલવામાં આવશે. આ મંજૂરી અંતર્ગત ગુજરાતમાં 5 નવી સરકારી નર્સિંગ કોલેજ (Nursing College)  બનશે. જ્યાં દેશમાં 1 લાખ 6 હજાર MBBSની સીટ છે અને BSC નર્સિગ 1 લાખ 18 હજાર છે. તેમણે કહ્યું કે, 1570 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે, સાથે જ 24 મહિનામાં નર્સિંગ કોલેજને મંજૂરી આપવામાં આવશે.  કેન્દ્રીય કેબિનેટ બેઠક વડાપ્રધાન મોદી (PM Modi)ની અધ્યક્ષતામાં મળી હતી. જેમા આ નવી નર્સિંગ કોલેજને મંજૂરી આપવામાં આવી હતી. જે અંતર્ગત 15,700 નર્સિંગ સ્નાતકોનો ઉમેરો થશે. આ નવી નર્સિંગ કોલેજની મંજૂરીથી ભારતમાં ખાસ કરીને ઓછી સુવિધા ધરાવતા જિલ્લાઓ અને રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુણવત્તાયુક્ત, સસ્તું અને ન્યાયપૂર્ણ નર્સિંગ શિક્ષણને વધુ સુનિશ્ચિત કરશે.

આ સંદર્ભમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે  (Rushikesh Patel) જણાવ્યું હતુ કે, રાજયને પણ 5 નવી નર્સિંગ કૉલેજની કેન્દ્ર સરકાર તરફથી ભેટ મળી છે. જેમાં નવસારી, પોરબંદર, ગોધરા, રાજપીપળા અને મોરબી GMERS મેડિકલ કૉલેજ કેમ્પસમાં આ 5 નવી નર્સિંગ કૉલેજ બનશે. પ્રત્યેક નર્સિંગ કૉલેજમાં B.Sc એસ. નર્સિંગની 100 બેઠકો ઉપલબ્ધ બનતા રાજ્યમાં કુલ 500 નર્સિંગની બેઠકોમાં વધારો થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી પ્રત્યેક નર્સિંગ કૉલેજની સ્થાપના હેતુ અંદાજીત રૂ. 10 કરોડની ફાળવણી રાજ્ય સરકારને કરવામાં આવી છે. આ નવી 5 નર્સિંગ કૉલેજનો ઉમેરો થતા રાજ્યની આરોગ્ય શિક્ષણ અને સારવાર સંલગ્ય સેવાઓ સુદ્રઢ બનશે. હાલ રાજ્યમાં 8 સરકારી નર્સિંગ કૉલેજમાં B.Sc નર્સિંગ ની 440 જેટલી બેઠકો કાર્યરત છે.