Not Set/ વડોદરા/ ‘શિવજી કી સવારી’માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આમંત્રણ

આગામી 21 ફેબ્રુઆરી મહાશિવરાત્રીનાં દિવસે વડોદરામાં યોજાનાર ભવ્ય ‘શિવજી કી સવારી’માં દેશનાં ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપે તેવી શક્યતા છે.  આ માટે અમિત શાહને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની સંભવિત વડોદરા મુલાકાતને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેને લઇને વડોદરાની મધ્યમાં આવેલ સુરસાગર તળાવની રાજ્ય સરકારનાં મંત્રી અને ધારાસભ્ય યોગેશ પટેલે […]

Gujarat Vadodara
સુર સાગર વડોદરા/ ‘શિવજી કી સવારી’માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આમંત્રણ

આગામી 21 ફેબ્રુઆરી મહાશિવરાત્રીનાં દિવસે વડોદરામાં યોજાનાર ભવ્ય ‘શિવજી કી સવારી’માં દેશનાં ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપે તેવી શક્યતા છે.  આ માટે અમિત શાહને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની સંભવિત વડોદરા મુલાકાતને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેને લઇને વડોદરાની મધ્યમાં આવેલ સુરસાગર તળાવની રાજ્ય સરકારનાં મંત્રી અને ધારાસભ્ય યોગેશ પટેલે મુલાકાત લીધી હતી. સુરસાગર તળાવની મધ્યમાં આવેલ વિશાળ શિવજીની પ્રતિમાનું સ્થાપન સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા કરાયું છે.

ધારાસભ્ય યોગેશ પટેલ તેનાં વડા છે. આ ઉપરાંત 28 કરોડ રૂ.નાં ખર્ચે સુરસાગર તળાવનું પાલિકા દ્વારા બ્યુટીફીકેશન પણ કરવામાં આવ્યું છે. જેથી મંત્રી યોગેશ પટેલ સાથે વડોદરાનાં મેયર અને મ્યુ.કમિશ્નરે પણ સુરસાગર ખાતે નિરીક્ષણ કર્યું હતું. 21 ફેબ્રુઆરીએ યોજાનાર મહાશિવરાત્રી પર્વે વડોદરામાં પરંપરા મુજબ ભવ્ય શિવજી કી સવારી નિકળનાર છે.  અને મહાશિવરાત્રીએ જ સુરસાગર તળાવ ખાતે મહાઆરતી થશે. આ અવસરે ગૃહમંત્રી અમિત શાહ પધારે તેવી શક્યતા છે.  જેને લઇને તાજેતરમાં દિલ્હી ગયેલાં યોગેશ પટેલે તેમને આમંત્રણ પાઠવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.