Accident/ કાર અકસ્માતમાં કેન્દ્રીયમંત્રી શ્રીપદ નાયક ઘાયલ, નજર સામે પત્નીનું નીપજ્યું મોત

કાર અકસ્માતમાં કેન્દ્રીય પ્રધાન શ્રીપદ નાયક ઘાયલ થયા હોવાની તો દુખ પૂર્ણ રીતે અકસ્માતમાં તેમના પત્નીનું મોત નીપજ્યું હોવાનું સામ આવી રહ્યું છે. પ્રાથમીક રીતે સામે

Top Stories India

કાર અકસ્માતમાં કેન્દ્રીય પ્રધાન શ્રીપદ નાયક ઘાયલ થયા હોવાની તો દુખ પૂર્ણ રીતે અકસ્માતમાં તેમના પત્નીનું મોત નીપજ્યું હોવાનું સામ આવી રહ્યું છે. પ્રાથમીક રીતે સામે આવતી વિગતો પ્રમાણે કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયક અને તેમની પત્નીને સોમવારે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, અકસ્માતમાં તેમની પત્નીનું મોત નીપજ્યું છે. જો કે, મંત્રી શ્રીપદ નાયક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા, અને હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જણાવવામા આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અકસ્માત સમયે બંને લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માત કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લાના અકોલામાં થયો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે અકસ્માત દરમિયાન શ્રીપદ નાઈક પત્ની સાથે ક્યાંક જઇ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શ્રીપદ નાઈકની પત્ની અકસ્માત બાદ બેભાન હતા અને લાંબા સમય સુધી તેણી બેભાન રહ્યા, બાદમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આપને જણાવી દઇએ કે,  શ્રીપદ નાઈક, આયુર્વેદ, યોગ અને નિસર્ગોપચાર, યુનાની સિદ્ધ અને હોમિયોપેથી અને સંરક્ષણ રાજ્યમંત્રી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…