Not Set/ Unlock 5.0/ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકામાં જાણો કઇ-કઇ બાબતો પર રહેશે પ્રતિબંધ

  કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલોક 5 માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. ગૃહ મંત્રાલયનાં નિર્દેશ મુજબ, 50 ટકા બેઠકો સાથે અનલોક-5 માં થિયેટરો અને મલ્ટિપ્લેક્સ ખોલવામાં આવશે. આ ઉપરાંત ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકાની સાથે બિઝનેસ ટુ બિઝનેસ એક્ઝિબિશનને પણ પરવાનગી આપવામાં આવી છે. વળી યૂથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીની પરવાનગી પછી સ્વિમિંગ પૂલ ખેલૈયાઓ માટે ખોલવામાં આવી […]

Uncategorized
4c67aa42eb919cb30f6aab3ab809b9d4 1 Unlock 5.0/ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકામાં જાણો કઇ-કઇ બાબતો પર રહેશે પ્રતિબંધ
 

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલોક 5 માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. ગૃહ મંત્રાલયનાં નિર્દેશ મુજબ, 50 ટકા બેઠકો સાથે અનલોક-5 માં થિયેટરો અને મલ્ટિપ્લેક્સ ખોલવામાં આવશે. આ ઉપરાંત ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકાની સાથે બિઝનેસ ટુ બિઝનેસ એક્ઝિબિશનને પણ પરવાનગી આપવામાં આવી છે. વળી યૂથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીની પરવાનગી પછી સ્વિમિંગ પૂલ ખેલૈયાઓ માટે ખોલવામાં આવી શકે છે.

અનલોક 5 માં કઇ ચીજો પર નિયંત્રણો રહેશે તે જાણો.

  • માત્ર 100 લોકોને સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.
  • આવા કાર્યક્રમોમાં કન્ટેન્ટ ઝોનમાં રહેતા લોકોનાં સામેલ થવા પર કડક પ્રતિબંધ રહેશે.
  • ભારત સરકારે કન્ટેનમેન્ટ ઝોનમાં કડક લોકડાઉન 31 ઓક્ટોબર સુધી વધારી દીધુ છે.
  • વ્યવસાય-થી-વ્યવસાય (બી 2 બી) પ્રદર્શનો 15 ઓક્ટોબરથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે, જેના માટે વાણિજ્ય વિભાગ દ્વારા એસઓપી બહાર પાડવામાં આવશે.
  • 200 લોકોની ક્ષમતાવાળા બંધ હોલમાં અડધા લોકોને મંજૂરી આપવામાં આવશે. આવી સ્થળોએ ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે અને સામાજિક અંતર, થર્મલ સ્કેનીંગ અને હેન્ડ વોશ અને સેનિટાઈઝરનો ઉપયોગ જરૂરી રહેશે.
  • અનલોકનાં આ તબક્કામાં દુર્ગાપૂજા, નવરાત્રી, દશેરા જેવા ઘણા મોટા ઉત્સવો થવાના છે, તેથી સરકારની એસઓપીમાં આ વાતની વિશેષ કાળજી લેવામાં આવી છે કે, લોકો કોરોના સંક્રમણથી બચવાનાં ઉપાયોની સાથે તહેવારોને પણ આનંદથી મનાવી શકે. વળી મહારાષ્ટ્ર સરકારે કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન 31 ઓક્ટોબર સુધી વધારી દીધુ છે.
  • દિશાનિર્દેશોમાં 65 વર્ષથી વધુ ઉંમરનાં લોકો, ગંભીર બીમારીઓવાળા લોકો, સગર્ભા સ્ત્રીઓ અને 10 વર્ષથી નીચેના બાળકોને ઘરની અંદર જ રહેવાનું કહ્યું છે અને જ્યારે જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નિકળવાનું કહેવામાં આવ્યુ છે.
  • કન્ટેન્ટ ઝોનમાં કડક નિયમો રહેશે. વળી તે પણ મહત્વનું છે કે કેન્દ્રએ કહ્યું છે કે, રાજ્ય સરકાર પોતાની મરજી પ્રમાણે કન્ટેનર ઝોનની બહાર લોકડાઉન લાદી શકશે નહીં. લોકડાઉન માટે, તેઓએ કેન્દ્રનાં નિયમોનું પાલન કરવું પડશે. જો જરૂરી હોય તો કેન્દ્રની સલાહ લીધા પછી જ નિર્ણય લેવો પડશે.

જણાવી દઇએ કે, અનલોક 4 માં કેન્દ્ર સરકારે શાળા ખોલવા માટે આંશિક છૂટ આપી હતી. 21 સપ્ટેમ્બરથી દેશભરમાં શાળાઓ આંશિક રીતે ખોલવામાં આવી રહી છે, જો કે મોટાભાગનાં રાજ્યોમાં શાળાઓ હજી પણ બંધ છે. કેટલાક રાજ્યો શાળાઓ ખોલવા માટે કેન્દ્રનાં ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.