એઈમ્સમાં ઊન્નાવ બળાત્કાર કેસમાં પીડિતાનું નિવેદન નોંધવા માટે અસ્થાયી અદાલત બનાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર, દિલ્હી હાઈકોર્ટે મોડી સાંજે વિશેષ અદાલતની રચના માટે જાહેરનામું બહાર પાડ્યું હતું.
તેમાં કહેવામાં આવ્યું છે કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી.એન. પાટિલએ આદેશ આપ્યો છે કે, આ કેસની સુનાવણી કરી રહેલા વિશેષ ન્યાયાધીશ ધર્મેશ શર્મા પીડિતાનું નિવેદન નોંધવા માટે એઈમ્સના ટ્રોમા સેન્ટરની બિલ્ડિંગમાં અસ્થાયી કોર્ટ બનાવી શકે છે. ગંભીર રીતે ઘવાયેલા પીડિતાની રાયબરેલી નજીક એઇમ્સ ખાતે સારવાર ચાલી રહી છે.
ન્યાયાધીશ ધર્મેશ શર્માએ હાઇકોર્ટને પત્ર લખીને અસ્થાયી અદાલત બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. શર્માએ હાઇકોર્ટને કહ્યું હતું કે સીબીઆઈ, પીડિતા અને તેના પરિવારને કોઈ વાંધો નથી.
ડોકટરો કહે છે કે પીડિતાને કોર્ટમાં લઈ જવું યોગી નથી. આના પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપક ગુપ્તા અને ન્યાયાધીશ અનિરુધ બોઝની ખંડપીઠે હાઇકોર્ટને એઈમ્સમાં હંગામી અદાલતની સ્થાપના કરવામાં અંગે જણાવ્યુ હતું.
ખંડપીઠે વિશેષ ન્યાયાધીશ પાસેથી એ જાણવાની માંગ કરી કે સુનાવણી પૂર્ણ કરવા માટે તેને 45 દિવસથી વધુની જરૂર છે? સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જો તેવું છે, તો તે તેના પર વિચાર કરી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે, ઊન્નાવ દુષ્કર્મ કેસને દિલ્હી ટ્રાન્સફર કરતી વખતે સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને સુનાવણી 45 દિવસમાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
