Jammu Kashmir News/ જમ્મુ કાશ્મીર : માતા વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલન થતા 5 શ્રદ્ધાળુના મોત, યાત્રા અટકી

જાનહાનિની ​​સંખ્યામાં વધારો થવાની આશંકા

India Top Stories

Jammu Kashmir News :  જમ્મુ કાશ્ણીરમાં માતા વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલન થતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા.  જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પહાડીઓ પર બનેલા માતા વૈષ્ણો દેવી મંદિરના માર્ગ પર મંગળવારે બપોરે માતા વૈષ્ણો દેવી મંદિરના માર્ગ પર ભૂસ્ખલન થયું હતું . આ અકસ્માતમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હતા અને 14 લોકો ઘાયલ થયા હતા. સતત વરસાદને કારણે આ ભૂસ્ખલન થયું હતું. આ કારણે વૈષ્ણો દેવીની યાત્રા બંધ કરી દેવામાં આવી છે. ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને અધિકારીઓએ જણાવ્યું હતું કે હિમકોટી રૂટ પરની યાત્રા પહેલાથી જ બંધ કરી દેવામાં આવી હતી. ભારે વરસાદને કારણે જૂના રૂટ પરની યાત્રા પણ સ્થગિત કરવામાં આવી છે.

અર્ધકુંવરીમાં સ્થિત ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે ભૂસ્ખલન થયું હતું. આ ઘટના બપોરે 3 વાગ્યાની આસપાસ બની હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું .તેમણે જણાવ્યું હતું કે આ ઘટના ટેકરી પર સ્થિત મંદિર તરફ જતા રસ્તા પર બની હતી. આ રસ્તો વળાંકવાળો અને 12 કિમી લાંબો છે. ભૂસ્ખલન લગભગ અડધા રસ્તા પર થયું હતું. જેને લઈને જાનહાનિની ​​સંખ્યામાં વધારો થવાની આશંકા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હિમકોટી રૂટ પર યાત્રા સવારથી જ બંધ કરવામાં આવી હતી. અધિકારીઓએ ભારે વરસાદને ધ્યાનમાં રાખીને,  આગામી આદેશ સુધી આ રૂટ પરથી પણ યાત્રા બંધ કરવાનો નિર્ણય લીધો છે.

સતત વરસ્દના કારણે. પર્વતો પરથી માટી અને પથ્થરો સરકી જવાનો ભય વધી ગયો છે. આના કારણે વૈષ્ણો દેવી મંદિર જતા માર્ગ પર ભૂસ્ખલન થયું. બીજીતરફ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં  તેમની સારવાર ચાલી રહી છે. વહીવટીતંત્રે લોકોને હવામાન સુધરે ત્યાં સુધી મુસાફરી ન કરવા અપીલ કરી છે. યાત્રાને સુરક્ષિત બનાવવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અગાઉ  23 જૂને માતા વૈષ્ણો દેવી મંદિરના નવા યાત્રા રૂટ પર ભૂસ્ખલન થયું હતું. આના કારણે બેટરી કાર સેવા સ્થગિત કરવી પડી હતી. જોકે, ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, તે દરમિયાન યાત્રા જૂના રૂટ પરથી થઈ રહી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે હિમકોટી રૂટ પર ‘સત્ય વ્યૂ પોઈન્ટ’ પાસે ભૂસ્ખલન થયું ત્યારે શ્રદ્ધાળુઓની કોઈ અવરજવર નહોતી. તેમણે કહ્યું હતું કે શ્રાઈન બોર્ડે તાત્કાલિક 30 ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલા કાટમાળને સાફ કરવા માટે તેના કર્મચારીઓ અને મશીનો તૈનાત કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હિમાચલના કુલ્લુમાં પણ વાદળ ફાટવાથી મોટું નુકસાન, 4 લોકોનાં મોત, 6 ઘાયલ

આ પણ વાંચો:હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂકંપથી ભયાવહ વિનાશને કારણે રસ્તા બંધ કરાયા, 247 લોકોનાં મોત, 329 ઘાયલ!

આ પણ વાંચો:આજે દિલ્હી-યુપીમાં ભારે વરસાદ પડશે, હિમાચલ-ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ચેતવણી