Not Set/ #UP/ વતન પરત ફરી રહેલા મજૂરોને નડ્યો અકસ્માત, બે ટ્રક વચ્ચે ટક્કરમાં 23 મજૂરોની મોત, અન્ય ઘાયલ

ઉત્તર પ્રદેશના ઔરૈયામાં ગામ પરત ફરતા કામદારો સાથે એક મોટો અકસ્માત થયો છે. અહીં બે ટ્રક વચ્ચે ટક્કરમાં 23 કામદારોનાં મોત નીપજ્યાં છે જ્યારે 15-20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત કોતવાલી વિસ્તારમાં મિહૌલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બન્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, ટ્રકમાં સવાર કામદારો દિલ્હીથી ગોરખપુર જઇ રહ્યા હતા. ઘાયલોને […]

India
0caf6c536f1aa4b8fce2e5257bfa926a 1 #UP/ વતન પરત ફરી રહેલા મજૂરોને નડ્યો અકસ્માત, બે ટ્રક વચ્ચે ટક્કરમાં 23 મજૂરોની મોત, અન્ય ઘાયલ

ઉત્તર પ્રદેશના ઔરૈયામાં ગામ પરત ફરતા કામદારો સાથે એક મોટો અકસ્માત થયો છે. અહીં બે ટ્રક વચ્ચે ટક્કરમાં 23 કામદારોનાં મોત નીપજ્યાં છે જ્યારે 15-20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત કોતવાલી વિસ્તારમાં મિહૌલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બન્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, ટ્રકમાં સવાર કામદારો દિલ્હીથી ગોરખપુર જઇ રહ્યા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલ અને સૈફઇ પી.જી.આઈ. મોકલવામા આવ્યા છે. જિલ્લા વહીવટ સ્થળ પર હાજર છે.

63b8439cfba51c0acecc6e92b2e33098 1 #UP/ વતન પરત ફરી રહેલા મજૂરોને નડ્યો અકસ્માત, બે ટ્રક વચ્ચે ટક્કરમાં 23 મજૂરોની મોત, અન્ય ઘાયલ

કહેવામાં આવી રહ્યું છે કે, આ તમામ મજૂરો ફરીદાબાદથી ગોરખપુર જઇ રહ્યા હતા. માહિતી મળતાં જ ડી.એમ. અને એસ.પી. સહિતનાં અનેક પોલીસ સ્ટેશનનાં દળ હાજર થઇ ગયા. ડીએમનાં જણાવ્યા અનુસાર, તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઔરૈયાનાં સીએમઓએ 23 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. ડીએમ અભિષેક સિંહે જણાવ્યું કે 15-20 લોકોને સૈફઇ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ઘાયલોની હાલત નાજુક છે.