UP Siddharthnagar Rescue 2026: ઉત્તર પ્રદેશના (UP) સિદ્ધાર્થનગર જિલ્લામાં રવિવારે સવારે એક અત્યંત પડકારજનક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કાંશીરામ કોલોનીમાં આવેલી આશરે 30 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકી પર ચઢેલા પાંચ બાળકો ગંભીર દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. સીડી તૂટી પડવાને કારણે ત્રણ બાળકો નીચે પટકાયા હતા, જ્યારે બે બાળકો ટાંકીની ઉપર જ ફસાઈ ગયા હતા.
#WATCH | Siddharthnagar, Uttar Pradesh: Children who had been stranded for a day at a water tank, rescued by an Air Force helicopter. pic.twitter.com/Yu1wfmmR9p
— ANI (@ANI) May 3, 2026
દુર્ઘટનાની વિગતો
કેવી રીતે બની ઘટના?: શનિવારે પાંચ બાળકો ટાંકી પર ચઢ્યા હતા. નીચે ઉતરતી વખતે જર્જરિત સીડી અચાનક તૂટી પડી હતી.
જાનહાનિ: નીચે પટકાયેલા ત્રણ બાળકોમાંથી 10 વર્ષીય સિદ્ધાર્થનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે ગોલુ (12) અને સની (14) ને ગંભીર હાલતમાં ગોરખપુરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ટાંકી પર ફસાયા જિંદગી: પવન (14) અને શાબાન (12) ટાંકીની ઉપર જ ફસાઈ ગયા હતા.
On a request from state government authorities, an IAF Mi 17 V5 of Central Air Command (CAC) was deployed to rescue two stranded children, who were stuck on top of a water tank in Sidharth Nagar in Gorakhpur, Uttar Pradesh. The children were stranded in the night as the ladder of… pic.twitter.com/dZ2D4shbQS
— CAC, IAF (@CAC_CPRO) May 3, 2026
UP માં સેનાનું સાહસિક રેસ્ક્યુ ઓપરેશન
ટાંકી પર ફસાયેલા બે બાળકોને બચાવવા માટે વહીવટીતંત્રએ અનેક પ્રયત્નો કર્યા, પરંતુ મુશળધાર વરસાદને કારણે સફળતા મળી નહોતી.
વાયુસેનાની મદદ: જિલ્લા મેજિસ્ટ્રેટ શિવશરણપ્પા જી.એન. એ મુખ્યમંત્રી કાર્યાલય અને આપત્તિ વિભાગનો સંપર્ક કરી ગોરખપુરથી વાયુસેનાનું હેલિકોપ્ટર મંગાવ્યું હતું.
સફળ બચાવ: રવિવારે સવારે આશરે 5:20 વાગ્યે સેનાના હેલિકોપ્ટરની મદદથી બંને બાળકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. આ મિશન દરમિયાન આખું તંત્ર અને પોલીસ અધિકારીઓ (UP) ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.
વહીવટીતંત્રની ત્વરિત કાર્યવાહી અને સેનાના સમન્વયથી એક મોટી હોનારત ટળી છે, પરંતુ જર્જરિત ટાંકી પર બાળકોના ચઢવા અને સુરક્ષાના અભાવે અનેક સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો:પ્રેમી-પ્રેમિકાએ ઘરેથી ભાગીને કર્યા લગ્ન, સંબંધીને જોઈ જતા ચાલુ બસમાંથી કુદકો મારતા યુવતીનું મોત
