Vadodara News/ વડોદરા ગ્રામ્યના ધનિયાવી ગ્રામ પંચાયત ચૂંટણીમાં નામમાં છબરડાને પગલે મહિલા ઉમેદવારનો હોબાળો

મહિલા ઉમેદવારે સવાર-સવારમાં પડેલા મતને માન્ય રાખવામાં આવે તેવી માંગ ચૂંટણી તંત્ર સમક્ષ મુકી

Gujarat Vadodara

Vadodara News : રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને (GRAMPANCHAYAT ELECTION)લઈને મતદાન યોજાઈ રહ્યું છે. બીજીતરફ વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા ધનિયાવીમાં (DHANIYAVI) મહિલા ઉમેદવારના નામમાં છબરડો સામે આવ્યો હતો. જેને પગલે તેઓ રોષે ભરાયા હતા અને મતદાન મથકે હોબાળો મચાવ્યો હતો. બાદમાં આ મામલે ઉપરથી આદેશ આવ્યા બાદ મતદાન રોકાવીને જરૂરી સુધાર-વધારા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ તકે મહિલા ઉમેદવારે સવાર-સવારમાં પડેલા મતને માન્ય રાખવામાં આવે તેવી માંગ ચૂંટણી તંત્ર સમક્ષ મુકી હતી.

મહિલા ઉમેદવાર પટેલ જૈનબબેન હુસૈનભાઇએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મતદાનમાં મારા નામમાં લોચો મારવામાં આવ્યો છે. જેથી મેં ચૂંટણી માટે મતદાન રોકાવ્યું હતું. હવે મતદાન માટેનું બેલેટ પેપર સુધારીને આવ્યું છે. હવે ફરી ચૂંટણી થશે. અમારી માંગણી છે કે, અગાઉ આપેલા વોટને માન્ય રાખવા પડશે.

ચૂંટણી અધિકારીએ મીડિયાને કહ્યું કે, આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે. ધનિયાવી બુથ નંબર 1 અને 2 છે. આજે બેલેટમાં પ્રોબ્લેમ થતા તેમાં સુધારો કરી દેવામાં આવશે. અમને ઉપરથી કહેવામાં આવ્યું છે. બેલેટમાં અટકમાં ફેરફાર હતો. એક બુથમાં 72 અને અન્યમાં 69 જેટલું મતદાન થયું હોવાનો અંદાજ છે. આ મામલે મતગણતરી માટે ઉપરના અધિકારી મને લેખિતમાં જે કોઇ જાણકારી આપશે, તેના આધારે જ મારાથી કંઇ કહી શકાય તેમ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મે મહિનાનાં અંત સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના, દાવેદારોએ કમર કસી

આ પણ વાંચો:ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો થઈ જાહેર, 22 જૂને યોજાશે 8326 ગ્રામ પંચાયતની ચૂંટણી

આ પણ વાંચો:રાજ્યમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કર્મચારીઓને મતાધિકારનો ઉપયોગ કરવા માટે છૂટછાટ અપાઈ