Not Set/ US માં પ્રદર્શનકારી પહોંચ્યા હ્વાઈટ હાઉસ, પરિસ્થિતિ તંગ બનતા રાષ્ટ્રપતિ ટ્રમ્પને બંકરમાં છુપાવવા પડ્યા

અમેરિકામાં પોલીસ કસ્ટડીમાં જ્યોર્જ ફ્લોયડ નામનાં અશ્વેત વ્યક્તિનાં મોત બાદ દેશનાં ઘણા ભાગોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. શુક્રવારે રાત્રે, વિરોધીઓએ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસની બહાર વિરોધ નોંધાવ્યો હતો. આ દેખાવોની વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટૂંક સમય માટે બંકરમાં લઈ જવામાં આવ્યા હતા. અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ એક કલાકથી થોડો […]

World

અમેરિકામાં પોલીસ કસ્ટડીમાં જ્યોર્જ ફ્લોયડ નામનાં અશ્વેત વ્યક્તિનાં મોત બાદ દેશનાં ઘણા ભાગોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. શુક્રવારે રાત્રે, વિરોધીઓએ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસની બહાર વિરોધ નોંધાવ્યો હતો. આ દેખાવોની વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટૂંક સમય માટે બંકરમાં લઈ જવામાં આવ્યા હતા.

અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ એક કલાકથી થોડો ઓછા સમય માટે વ્હાઇટ હાઉસનાં ભૂગર્ભ બંકરમાં હતા. ત્યારબાદ તેમને ઉપર પરત લાવવામાં આવ્યા હતા. શુક્રવારે વ્હાઇટ હાઉસની બહાર એકત્ર થયેલા વિરોધીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે, હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે બંકરમાં મેલાનિયા ટ્રમ્પ અને બેરોન ટ્રમ્પ ને પણ અમેરિકન રાષ્ટ્રપતિની સાથે ખસેડવામાં આવ્યા હતા.

વળી અમેરિકાની હિંસક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બે શહેરોમાં કટોકટી લાગુ કરવામાં આવી છે. કટોકટી લાગુ કરીને સુરક્ષા માટે નૈશવિલ અને જ્યોર્જિયામાં નેશનલ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 12 થી વધુ મોટા શહેરોમાં રાતોરાત કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. લોકોને મિયામી, પોર્ટલેન્ડ, લુઇસવિલે, એટલાન્ટા, ડેનવર, લોસ એન્જલસ, સિએટલ અને મિનીપોલિસનાં માર્ગો પર રોકાવાનું કહેવામાં આવ્યું હતું જ્યાં શુક્રવારે રાત્રે હજારો લોકો કર્ફ્યુનાં ઉલ્લંઘનમાં એકઠા થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.