Not Set/ US માં રાષ્ટ્રપતિ ચૂંટણીને ધ્યાનમાં રાખી ટ્રમ્પે કર્યા ભારતીય-અમેરિકનોનાં વખાણ

  આ વર્ષનાં અંતમાં યુ.એસ. માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે, જેને લઇને ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય મતદારોને આકર્ષવા માટે કોઈ કસર છોડવા માંગી રહ્યા નથી. ચૂંટણી સંબોધન દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની પ્રશંસા કરતાં કહ્યું કે, અહીંનાં લોકો મહાન છે અને તેમણે એક શાનદાર નેતાની પસંદગી કરી છે. ટ્રમ્પે કહ્યું કે તેમને ભારતીય લોકો અને પીએમ મોદીનો […]

World
8b00a4eca118703b592d0aa1025e9f83 US માં રાષ્ટ્રપતિ ચૂંટણીને ધ્યાનમાં રાખી ટ્રમ્પે કર્યા ભારતીય-અમેરિકનોનાં વખાણ
 

આ વર્ષનાં અંતમાં યુ.એસ. માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે, જેને લઇને ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય મતદારોને આકર્ષવા માટે કોઈ કસર છોડવા માંગી રહ્યા નથી. ચૂંટણી સંબોધન દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની પ્રશંસા કરતાં કહ્યું કે, અહીંનાં લોકો મહાન છે અને તેમણે એક શાનદાર નેતાની પસંદગી કરી છે. ટ્રમ્પે કહ્યું કે તેમને ભારતીય લોકો અને પીએમ મોદીનો ટેકો છે.

તેમણે પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, પીએમ મોદી અમારા એક શ્રેષ્ઠ મિત્ર છે અને તેઓ એક ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, તેમને લાગે છે કે મોટાભાગનાં ભારતીય-અમેરિકનો તેમને મત આપશે. આ દરમિયાન તેમણે ચીન પર પણ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે આ સમયે રશિયા કરતા વધુ ચીનની ચર્ચા થવી જોઈએ, કારણ કે તે જે કામ કરી રહ્યું છે તે વધારે ખરાબ છે. તેમણે કહ્યું કે, ચીન દ્વારા ઉત્પન્ન વાયરસને કારણે વિશ્વનાં 188 દેશોમાં વિનાશ સર્જાયો છે.

સરહદ પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હાલ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તણાવ ઓછું કરવામા અમે ચીન અને ભારતની મદદ કરવા માટે હંમેશા તત્પર છીએ. તેમણે કહ્યું કે અમે આ મુદ્દાઓ પર બંને દેશો સાથે વાત કરીશું. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વ ચીનની હોશિયારી સમજી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.