Not Set/ અમેરિકાની સાંસદે કૂતરા અને બિલાડીનું માંસ ખાવા પર મુક્યો પ્રતિબંધ, થશે ૫૦૦૦ ડોલરનો દંડ

વોશિંગ્ટન  અમેરિકાની પ્રતિનિધિ સભામાં બુધવારે માણસનો કૂતરા અને બિલાડીને ખોરાક તરીકે ઉપયોગમાં લેવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ નિયમનું પાલન ન કરનારને ૫૦૦૦ અમેરિકન ડોલરનો દંડ થશે. ૫૦૦૦ ડોલર એટલે ભારતના આશરે ૩,૫૦,૦૦૦ રૂપિયા. ઉપરાંત બીજા એક પ્રસ્તાવમાં ચીન, દક્ષીણ કોરિયા અને ભારત સહિત બધા દેશોમાં કુતરા અને બિલાડીના માંસનો વેપાર બંધ કરવા માટે અનુરોધ […]

World Trending
124044lpr અમેરિકાની સાંસદે કૂતરા અને બિલાડીનું માંસ ખાવા પર મુક્યો પ્રતિબંધ, થશે ૫૦૦૦ ડોલરનો દંડ

વોશિંગ્ટન 

અમેરિકાની પ્રતિનિધિ સભામાં બુધવારે માણસનો કૂતરા અને બિલાડીને ખોરાક તરીકે ઉપયોગમાં લેવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

Image result for cat

આ નિયમનું પાલન ન કરનારને ૫૦૦૦ અમેરિકન ડોલરનો દંડ થશે. ૫૦૦૦ ડોલર એટલે ભારતના આશરે ૩,૫૦,૦૦૦ રૂપિયા.

ઉપરાંત બીજા એક પ્રસ્તાવમાં ચીન, દક્ષીણ કોરિયા અને ભારત સહિત બધા દેશોમાં કુતરા અને બિલાડીના માંસનો વેપાર બંધ કરવા માટે અનુરોધ કર્યો છે.

Image result for dog

કોંગ્રેસ સદસ્ય ક્લાઉડીયા ટેનીએ કહ્યું હતું કે બિલાડી અને કુતરા જેવા પાલતું પ્રાણીઓ મનોરંજન માટે હોય છે. પરંતુ દર વર્ષે ચીનમાં માણસના ભોજન માટે એક કરોડથી વધારે કુતરાને મારી નાખવામાં આવે છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ બાબતો માટે કરુણામયી સમાજમાં કોઈ સ્થાન નથી. તેમનું આ નિવેદન અમેરિકાના મુલ્યો દર્શાવે છે અને દુનિયાના બીજા તમામ દેશને અમાનવીય અને ક્રૂર વર્તનથી દૂર રહેવાનું કહે છે.

Image result for cat

તમને જણાવી દઈએ કે આ પ્રસ્તાવમાં ચીન, દક્ષીણ કોરિયા, વિયેતનામ, થાઈલેન્ડ, ફિલિપિન, ઇન્ડોનેશિયા, કંબોડિયા, ભારત અને બીજા દેશોમાં પણ કુતરા અને બિલાડીના માંસ પર પ્રતિબંધ લગાવવા માટે આ નિયમ લાગુ કરવા માટે વિંનતી કરી છે.