G20 Summit/ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ભારત પહોંચ્યા, PM મોદી સાથે ટૂંક સમયમાં મુલાકાત કરશે

નવી દિલ્હીઃ G20 સમિટમાં જોડાવા માટે વિદેશી પ્રતિનિધિઓ ભારતની ધરતીએ પહોંચી ગયાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન G-20 સમિટમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચી ગયા છે. જો બાઈડનથી લઈને ઋષિ સુનક દિલ્હી પહોંચ્યાં છે. PM મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. USનાં રાષ્ટ્રપતિ જો બાઈડન જી20 સમિટમાં જોડાવા માટે 3 દિવસની […]

G-20 Top Stories India Videos

નવી દિલ્હીઃ G20 સમિટમાં જોડાવા માટે વિદેશી પ્રતિનિધિઓ ભારતની ધરતીએ પહોંચી ગયાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન G-20 સમિટમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચી ગયા છે. જો બાઈડનથી લઈને ઋષિ સુનક દિલ્હી પહોંચ્યાં છે. PM મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.

USનાં રાષ્ટ્રપતિ જો બાઈડન જી20 સમિટમાં જોડાવા માટે 3 દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. દિલ્હીના પાલમ એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહાએ તેમનું સ્વાગત દિલ્હી એરપોર્ટ પર કર્યું હતું. ત્યારબાદ બાઇડન ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટી અને તેમની પુત્રીને પણ મળ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ થોડી જ વારમાં પીએમ આવાસ પર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

જો બાઈડન પહેલી વખત ભારત આવ્યા છે. વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર અંતર્ગત વિશ્વ કલ્યાણની વાત કરવામાં આવશે. ટેકનોલોજી, વ્યાપાર, ઊર્જા., ડિફેન્સથી લઈને ગ્રીન એનર્જી સુધીના તમામ વિષયો પર ચર્ચા થાય એવી પૂરી શક્યતાઓ છે. ભારત અને અમેરિકાના સંબંધોની અવારનવાર ચર્ચા થઈ છે. વડાપ્રધાન મોદીએ જ્યારે અમેરિકાની મુલાકાત લીધી હતી એ સમયે પણ ઘણી ચર્ચાઓ થઈ હતી. અમેરિકામાં પણ ઘણા ભારતીયો વસવાટ કરે છે. એને લઈને પણ કોઈ મુદ્દાઓની ચર્ચા કરે છે.

આ દરમિયાન બંને દેશો વચ્ચે સિવિલ ન્યૂક્લિયર ટેક્નોલોજીમાં સહયોગ વધારવા પર પણ ચર્ચા થશે. આ દરમિયાન નાના મોડ્યુલર ન્યૂક્લિયર રિએક્ટર પર સમજૂતી થઈ શકે છે. આ સિવાય બંને દેશો વચ્ચે GE જેટ એન્જિન ડીલ પર પણ વાતચીત આગળ વધી શકે છે.

રાષ્ટ્રપતિ બાઇડન પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ પર વાતચીત થશે. બંને નેતાઓ વચ્ચે આર્થિક અને સામાજિક સ્તર પર યુદ્ધની અસર ઘટાડવા પર ચર્ચા થશે. આ સિવાય બંને નેતાઓ ગરીબી અને અન્ય ઘણા વૈશ્વિક પડકારો સામે લડવા માટે વિશ્વ બેંક સહિત અન્ય બહુપક્ષીય વિકાસ બેંકોની ક્ષમતા વધારવા અંગે પણ વાત કરશે.